fbpx
Thursday, April 25, 2024

મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર આ વસ્તુ ચઢાવો, મળશે વિશેષ આશીર્વાદ

એવું માનવામાં આવે છે કે મહા શિવરાત્રીના દિવસે ભગવાન ભોળેનાથની વિશેષ પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેમના જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે. બધા ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ વસ્તુઓ ચઢાવે છે, પરંતુ શિવલિંગની પૂજામાં કેટલીક ખાસ અને જરૂરી વસ્તુઓ છે જે જરૂરી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ મહાશિવરાત્રી પૂજા સાથે જોડાયેલી જરૂરી વસ્તુઓ વિશે…

રૂદ્રાક્ષ

ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવની આંખોમાંથી નીકળતા આંસુથી બનેલા રુદ્રાક્ષને ચઢાવવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી શિવજી જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાની વિશેષ કૃપા વરસાવે છે.

દૂધ

ધાર્મિક માન્યતાઓ અનુસાર, સમુદ્ર મંથનમાં નીકળેલા ઝેરને પીવાથી ભગવાન શિવનું શરીર બળવા લાગ્યું હતુ ત્યારે ત્યાં હાજર દેવતાઓએ તેમને દૂધ પીવાની વિનંતી કરી હતી. જે બાદ તેમનું શરીર સળગતા બચી ગયું હતું. એટલા માટે ભગવાન શિવને દૂધ ચઢાવવું ધાર્મિક દ્રષ્ટિકોણથી શુભ માનવામાં આવે છે.

ગંગા જળ

એવું માનવામાં આવે છે કે જ્યારે માતા ગંગાને પૃથ્વી પર લાવવાની હતી ત્યારે ભગવાન શિવે તેમને પોતાના વાળમાં ધારણ કર્યા હતા અને તેમને ગંગા જળ ખૂબ જ પ્રિય છે, તેથી મહાશિવરાત્રિની પૂજા દરમિયાન શિવલિંગ પર ગંગા જળ જરુર ચઢાવવું જોઈએ.

બીલીનુ ફળ

અન્ય ફળો ઉપરાંત, મહાશિવરાત્રિના શિવલિંગ પર બીલીનુ ફળ ચઢાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે આ ફળ ભગવાન શિવને અર્પણ કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.  

ભસ્મ

ભગવાન શિવની પૂજામાં ભસ્મનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ભસ્મ અર્પણ કરવી જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર, રાખને ભગવાન શિવનુ મુખ્ય વસ્ત્ર માનવામાં આવે છે, કારણ કે તેમનું આખું શરીર રાખથી ઢંકાયેલું હોય છે. માટે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ભસ્મ જરુર ચઢાવવી જોઈએ.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles