fbpx
Wednesday, June 26, 2024

ઉનાળાની ઋતુમાં પણ તમે આ પ્રકારની ચા કોઈપણ સંકોચ વગર પી શકો છો

શું તમને પણ ચા ની વધારે આદત છે? શું તમે પણ વારંવાર ચા પીતા હોવ છો? વધુ પડતી ચા પીવાના લીધે તમને થઈ શકે છે એસીડીટી, પેટ અને છાતીમાં બળતરાની સમસ્યા, ચા પીવાના કારણે ગરમીમાં થઈ શકે છે માથાનો દુઃખાવો. ઉનાળામાં વધુ પડતી ચા પીવાથી ગરમીમાં ગભરામણ પણ થઈ શકે છે. જો તમને ચા પીવાની ખુબ આદત હોય તો તમે દિવસમાં બે ટાઈમ અડધો અડધો કપ ચા પી શકે છો. એમાં પણ સવારે ઉઠતાવેંત ચા પીવાનું ટાળવું જોઈએ. 

ગરમીમાં મનમુકીને પીઓ આ પ્રકારની યુનિક ચા

ખાસ કરીને કાળઝાળ ગરમી પડતી હોય ત્યારે લોકો સામાન્ય રીતે ઠંડા પીણાં કે આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરતા હોય છે. પણ આજે અમે તમને જણાવીશું એવી ચા વિશે જેનું ઉનાળામાં સેવન કરવાનું રહેશે ફાયદાકારક. તમને ચા વિના ચાલે એમ ના હોય તો તમે અપનાવી શકો છો આ યુનિક ચા… ધોમધખતા તાપમાં પણ આ ચા પીવાથી શરીરને કોઈ નુકસાન નહીં થાય, ઉલ્ટાનો ફાયદો થશે.

લેમન ટીઃ

લેમન ટી ઉનાળામાં રાહત મેળવવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે લીંબુમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરો છો, તો તે અંદરથી ઠંડુ રાખવામાં મદદ કરે છે. તમે વહેલી સવારે લેમન ટી પીધા પછી ઘરની બહાર નીકળી શકો છો.

ગ્રીન ટી: 

તેમાં શરીર માટે જરૂરી ગણાતા ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. ગ્રીન ટી, જે ઉનાળામાં ઠંડક આપે છે, પાચનમાં સુધારો કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. એવું કહેવાય છે કે તે આપણને હાર્ટ એટેકથી પણ બચાવે છે.

વરિયાળીની ચાઃ

કાળઝાળ ગરમીમાં વરિયાળી આપણા શરીરને ઠંડક આપે છે. એવામાં તમે વરિયાળીને ક્રશ કરીને તેનો પાઉડર બનાવીને અથવા કાચી વરિયાળીને વાટીને તેમાં ઠંડું પાણી અને આઈસ નાંખીને તેમાં શાનદાર મસાલો નાંખીને ચા બનાવી શકો છો. આ પ્રકારની ચા ગરમીમાં તમારી આખી બોડીને ઠંડક આપશે. 

ગોળની ચાઃ

ગરમીથી રાહત મેળવવા લોકો શેરડીનો રસ પીતા હોય તેવું તમે જોયું હશે. તો શેરડીમાંથી જ બને છે ગોળ. તેથી શેરડીમાંથી બનતા ગોળનો પણ તમે ચા માટે ઉપયોગ કરી શકો છે. ગોળનું પાણી બનાવીને તેમા આઈસક્યુબ નાંખીને તમે એમાં ધાણાજુરું મિક્સ કરીને તેમાં લીંબુ નાંખીને તેની ચા બનાવીને પણ પી શકો છો. તેનાથી તમારી ઈમ્યુનીટી વધશે, પાચન તંત્ર સુઘડશે.

ફુદીનાની ચા: 

ફુદીનાને પેટની ગરમી દૂર કરવામાં કારગર માનવામાં આવે છે. ઉનાળામાં રોજ ફુદીનાની ચા પીવાથી ગરમી નથી લાગતી અને શરીરમાં એનર્જી રહે છે. ખાસ વાત એ છે કે તેનું સેવન કરવાથી પેટની સમસ્યા પણ દૂર રહે છે.

તુલસીની ચા: 

લોકો દૂધમાં તુલસીના પાન નાખીને ચા પીવે છે, પરંતુ ઉનાળામાં તમારે બ્લેક ટીમાં તુલસીના પાન ઉમેરીને ચા પીવી જોઈએ. જેના કારણે પેટમાં ગરમી નથી બનતી અને દિવસભર શરીર ઉર્જાવાન રહે છે.

આદુની ચાઃ

ગરમીમાં તમે આદુની ચા પણ પી શકો છો. તમારે એમાં દૂધ નાંખવાનું નથી. તમારે માત્ર પાણીનો જ ઉપયો કરવાનો છે. આદુને વાટીને તેને ઉકાળીને તમે એમાં સામાન્ય લીંબુનો રસ પણ નાંખી શકો છો. જોકે, તમે આ જ વસ્તું બરફ સાથે કોલ્ડ ટી તરીકે પણ પી શકો છો. 

ગુલાબના પાંદડાની ચા:

એવું કહેવાય છે કે શરીરને અંદરથી ઠંડુ રાખવા ઉપરાંત તે ત્વચા માટે પણ ફાયદાકારક છે. આ માટે તમારે કીટલીમાં પાણી અને ચાની પત્તી ઉકાળવી પડશે અને પછી તેમાં ગુલાબના પાન નાખવા પડશે. જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને પીવો અને ઊર્જાવાન રહો.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles