fbpx
Tuesday, May 7, 2024

પહેલા ઈંડું કે મરઘી ? આખરે મળી ગયો દુનિયાના સૌથી મોટા સવાલનો જવાબ, જાણો અહીં

લોકો અત્યાર સુધી આ સવાલના કારણે ઘણા અસમંજસમાં રહ્યા છે કારણ કે એ કહેવું ઘણું મુશ્કેલ છે કે દુનિયામાં પહેલા ઈંડું આવ્યું કે મરઘી કારણ કે જો ઈંડુ પહેલા આવ્યું એમ કહીં તો સવાલ ઉભો થાય કે તે કોને આપ્યું અને જો કહીએ કે મરઘી પહેલા આવી, તો ફરી સવાલ થાય કે મરઘી ક્યાંથી આવી ત્યારે આ રહસ્ય પરથી વૈજ્ઞાનિકોએ પડદો હટાવ્યો છે અને તેનો જવાબ શોધ્યો છે.

દુનિયામાં પહેલા આવી મરઘી

એક અહેવાલ પ્રમાણે બ્રિટેનના શેફિલ્ડ અને વારવિક યૂનિવર્સિટીના અનેક પ્રોફેસર્સએ ઈંડા અને મરઘીના સવાલ પર રિસર્ચ કર્યું. લાંબી સ્ટડીથી જાણવા મળ્યું કે દુનિયામાં સૌથી પહેલા ઈંડું નહીં પણ મરઘી આવી હતી.

વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા

રિસર્ચ ટીમને લીડ કરનાર વૈજ્ઞાનિક ડો.એ કહ્યું કે, લાંબા સમયથી આ સવાલ ચાલતો હતો કે, ઈંડા પહેલા આવ્યા કે મરઘી. હવે અમારી પાસે એ વાતના સબૂત છે. જે દર્શાવે છે કે, દુનિયામાં પહેલા મરઘી આવી છે.

મરઘીમાં મળે છે આ ખાસ પ્રોટીન

વૈજ્ઞાનિકો અનુસાર ઈંડા અંદર ઓવોક્લાઈડિન નામનું એક પ્રોટીન હોય છે. આ પ્રોટીન વિના ઈંડાનું નિર્માણ થવું શક્ય નથી. આ પ્રોટીન માત્ર મરઘીના ગર્ભાશયમાં બને છે.

દુનિયામાં પહેલા મરઘી આવી. તેના ગર્ભાશયમાં ઓવોક્લાઈડિન બન્યું ત્યાર બાદ આ પ્રોટીન ઈંડામાં પહોંચ્યું. વૈજ્ઞાનિકોના આ રિસર્ચથી જાણવા મળ્યું કે, દુનિયામાં ઈંડા પહેલા મરઘી આવી હતી. જોકે અહીં એ સવાલ તો છે જ કે મરઘી ક્યાંથી આવી ? ત્યારે એનો જવાબ તો હજુ મળ્યો નથી.

આમ તો એવા ઘણા સવાલ છે જેના જવાબ હજુ સુધી મળ્યા નથી જેમ કે ભેંસ કાળી હોય છે તો તેનું દુધ કેમ સફેદ? એવી જ રીતે અન્ય ઘણા સવાલો છે પરંતુ અહીં એક સવાલનો જવાબ શોધવાનો વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યા છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles