fbpx
Friday, May 3, 2024

શું તમે ક્યારેય બિલાડીને ગાતી જોઈ છે? Viral વીડિયોમાં જુઓ કેવા તાલથી રેલાવી રહી છે સૂર…

સોશિયલ મીડિયા પર અવારનવાર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક આશ્ચર્યચકિત કરે તેવા હોય છે. ખાસ કરીને જાનવરોને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર ભરેલા છે. તમે પ્રાણીઓના દોડતા-કુદતા ઘણા વીડિયો જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈ પ્રાણીને ગાતા હોય અથવા એમ કહો કે સુરમાં સુર મેળવતા જોયા છે? વર્ષ 2020માં એક કૂતરાનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં તે રાનુ મંડલનું ગીત ‘તેરી મેરી કહાની’ ગાતો જોવા મળ્યો હતો અને હવે આ દિવસોમાં એક બિલાડીનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, તમે ભાગ્યેજ આ પહેલા ક્યારેય બિલાડીને આવું ગાતી સાંભળી હશે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવાન ગિટાર વગાડી રહ્યો છે અને માઈક તેની બાજુમાં બેઠેલી બિલાડીની સામે છે. બિલાડી તેના ગિટારની ધૂન સાથે ગીત ગાય છે. તે સમયાંતરે એટલી સુંદર રીતે મ્યાઉ કરે છે કે સાંભળીને દીલ ખુશ થઈ જાય છે. ગિટાર વગાડતી વખતે યુવાન થોભી જાય છે અને બિલાડી તરફ જોતાની સાથે જ બિલાડી એક સુંદર મ્યાઉનો સૂર છોડે છે. આ વીડિયો જોઈને લાગે છે કે સંગીતકાર અને ગાયક વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.

આ ફની વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 25 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 2.3 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 15 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે આ બિલાડી એક જીનિયસ છે, જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘બિલાડીમાં સંગીતની અદ્દભુત સમજ હોય ​​છે, જ્યારે કૂતરા પાસે સ્પષ્ટ રીતે હોતી નથી’. એ જ રીતે બીજા ઘણા યુઝર્સે વિવિધ પ્રકારની ફની કોમેન્ટ્સ કરી છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles