fbpx
Saturday, April 27, 2024

અગ્નિ-5 મિસાઈલના કારણે ડર્યુ ચીન, કહ્યુ ફક્ત 8 હજાર કિલોમીટર સુધીના વિસ્તારમા જ કરી શકે હુમલો

અગ્નિ-5 મિસાઈલના કારણે ડરેલા ચીનનો દાવો છે કે, ભારતની અગ્નિ-5 મિસાઈલ 8 હજાર કિલોમીટર સુધીના વિસ્તારમાં હુમલો કરવામાં સક્ષમ છે. અગ્નિ-5ના કારણે એશિયા અને યુરોપનો 70 ટકા ભૂ-ભાગ ભારતની રેન્જમાં છે. જેથી ભારતીય સૈન્યની શક્તિમાં સતત વધારો થયો છે.

ચીનની ડીએફ-41 મિસાઇલ ધરતીના કોઈપણ ખુણામાં હુમલો કરી શકે છે. ડીએફ-41 એમઆઈઆરવી ટેક્નોલોજીથી સજ્જ હોવાના કારણે પોતાની રેન્જમાં આવતા તમામ ટાર્ગેટને નષ્ટ કરી શકે છે. ચીનની ડીએફ-26 મિસાઇલ પણ સૌથી વધારે ખતરનાક છે. જેથી તેને ગુઆમ કિલર નામથી ઓળખવામાં આવે છે. ગુઆમ અમેરિકાનું સૈન્ય સ્ટેશન છે. આ મિસાઇલ પરમાણુ બોમ્બ કે, 1,200 થી લઈ 1,800 કિલોના બોમ્બનું વહન કરી શકે છે.

ડીએફ-26 મિસાઇલની તુલના ભારતની અગ્નિ-5 મિસાઈલ સાથે કરવામાં આવે છે. ભારતની અગ્નિ-5 મિસાઈલની રેન્જ પાંચ હજાર કિલોમીટર સુધીની છે. જોકે, ચીનનો દાવો છેકે, ભારતની અગ્નિ-5 મિસાઈલ 8 હજાર કિલોમીટર સુધીના વિસ્તારમાં હુમલો કરવામાં સક્ષમ છે. અગ્નિ-5ના કારણે અશિયા અને યુરોપનો 70 ટકા ભૂ-ભાગ ભારતની રેન્જમાં છે. અગ્નિ-5 મિસાઇલ 1,500 કિલો સુધીના પરમાણુ બોમ્બને પોતાની સાથે લઈ જઈ શકે છે.

અગ્નિ-5 મિસાઇલને ડીઆરડીઓ અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે. અગ્નિ-5 મિસાઇલ 1.75 મીટર લાંબી અને તેનો વ્યાસ 2 મીટર સુધીનો છે. અગ્નિ-5 મિસાઇલ 8.16 કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિએ પોતાના ટાર્ગેટ તરફ આગળ વધે છે. મિસાઇલને મોબાઈલ લોન્ચર દ્વારા લોન્ચ કરવામાં આવી શકે છે.

અગ્નિ-5 મિસાઇલની ખાસિયત એ છેકે તેમા કોઈપણ પ્રકારનું મેન્ટેન્સ નથી અને તેનું ટ્રાન્સપોર્ટેશન પણ સરળતાથી કરી શકાય છે. અગ્નિ મિસાઇલના અલગ-અલગ વેરિયન્ટ બનાવનાર ડીઆરડીઓ એમઆઈઆરવીનું નિર્માણ કરવાની તૈયારી કરી રહ્યુ છે. એમઆઈઆરવી પેલોડમાં એક મિસાઇલ 4થી 6 ન્યૂક્લિયર વોરહેડનું વહન કરી શકે છે. તો વળી અગ્નિ-5નું કૈનિસ્ટર વર્જનનું પરીક્ષણ કરવામાં આવશે તો તેને ભારત કોઈપણ ઠેકાણે આસાનીથી પહોંચાડી શકશે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles