fbpx
Saturday, April 27, 2024

બોલિવૂડ / શું છે શાહરૂખના આલીશાન બંગલા ‘મન્નત’નું અસલી નામ? કિંમત જાણશો તો તમારા હોશ ઉડી જશે

  • શાહરૂખના બંગલા મન્નતની કિંમત જાણી ચોંકી જશો

શાહરૂખ ખાનના ચાહકો પણ આર્યનની રિલીઝથી ખુશ છે અને તેની એક ઝલક મેળવવાની આશામાં બાંદ્રામાં શાહરૂખ ખાનના સીફેસિંગ બંગલા ‘મન્નત’ની બહાર એકઠા થયા હતા.

આર્યનના આગમનની ખુશીમાં ‘મન્નત’ને રોશનીથી સજાવવામાં આવી રહ્યું છે. શાહરૂખ ખાનના બંગલાની બહાર હાજર એક ફેનએ જણાવ્યું કે લાઇટોથી ભરેલો ટેમ્પો મન્નતમાં ગયો અને સાંજે કેટલાક લોકો મન્નતના ટેરેસ પર લાઈટ્સ લગાવતા જોવા મળ્યા.

મુંબઈમાં અનેક બોલિવૂડ સ્ટાર્સના આલીશાન બંગલા છે. જેમાં મન્નત પણ સામેલ છે. તેને મુંબઈનું આઇકોનિક પ્લેસ પણ કહેવામાં આવે છે. કિંગ ખાનના ચાહકો મુંબઈ આવીને મન્નતની બહાર ફોટા પડાવવાનું પસંદ કરે છે. રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાને મન્નતને પહેલીવાર 1997માં ફિલ્મ ‘યસ બોસ’ના શૂટિંગ દરમિયાન જોયો હતો. ત્યારે જ શાહરૂખ ખાને નક્કી કર્યું હતું કે તે એક દિવસ આ બંગલો ચોક્કસથી ખરીદશે. તે સમયે મન્નતમાં ગુજરાતી બિઝનેસમેન નરીમાન દુબાસ રહેતા હતા. ત્યારે મન્નતનું નામ વિલા વિયેના (Villa Vienna) હતું.

રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાને આ બંગલો લગભગ 13 કરોડમાં ખરીદ્યો હતો. હવે આ બંગલાની કિંમત 200 કરોડની આસપાસ છે. તમને જણાવી દઈએ કે 2001માં શાહરૂખ ખાન બંગલાના માલિકને મળ્યો હતો અને તેણે બાઈ ખોરશેદ ભાનુ સંજના ટ્રસ્ટથી આ બંગલો ખરીદી લીધો. અત્યારે કિંગ ખાનનો આ બંગલો પણ ઘણી ચર્ચામાં છે.

તમને જણાવી દઈએ કે મોડી સાંજે શાહરૂખના બંગલાના ઉપરના ભાગમાં લાઇટિંગનો ઝગમગાટ જોવા મળ્યો હતો. શાહરૂખ ખાનના ચાહકો અને સપોર્ટર છેલ્લા બે દિવસથી તેના બંગલાની બહાર ઉભા છે અને આર્યનની એક ઝલક જોવા માટે ઉત્સુક છે. શાહરૂખના સમર્થનમાં દેશભરમાંથી લોકો તેના બંગલાની બહાર ઉભા છે. જેથી તેના બંગલાની બહાર ઉભેલા લોકોને નિયંત્રિત કરવા માટે ઘણાં પોલીસ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીઓ પણ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરતા જોવા મળ્યા હતા. ભીડને નિયંત્રિત કરવા માટે ભીડને રોકવા માટે નિર્ધારિત વિસ્તારમાં બેરિકેડ પણ લગાવવામાં આવ્યા છે. મન્નતના બંગલાની બહાર ભીડને કારણે પાણીની બોટલ અને સમોસા વેચતા ફેરિયાઓ કમાણી કરી રહ્યાં છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles