fbpx
Friday, April 26, 2024

ગરુડપુરાણ / પરિજનના મૃત્યુ બાદ આ બાબતોનું ધ્યાન રાખજો નહીંતર આત્માને કષ્ટ ભોગવવા પડશે અને…

  • ગરુડ પુરાણમાં મૃત્યુના નિયમો
  • કેટલાક કાર્યો કરવા ખૂબ જરૂરી
  • કેટલીક વસ્તુઓને વર્જીત માનવામાં આવી છે

આત્માની શાંતિ માટે કાર્ય
દરેક વ્યક્તિના મૃત્યુ બાદ તેની આત્માની શાંતિ માટે ક્રિયાકાર્ય કરવામાં આવે છે. આ સંસ્કારના કારણો પણ ગરુડપુરાણમાં આપવામાં આવ્યા છે.

પરિવારમાં જો કોઇનું મૃત્યુ થઇ જાય છે તો જરૂર આ નિયમોનું પાલન કરવું જોઇએ. કહેવાય છે કે મૃત્યુ બાદ આત્માને શાંતિ મળે છે.

  • પરિવારના કોઈપણ સભ્યના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર કરતા પહેલા સ્નાન કરાવો. તેમજ સ્વચ્છ વસ્ત્રો પહેરીને તેના શરીર પર ચંદન, ઘી અને તલનું તેલ લગાવો.
  • મૃતદેહને અગ્નિદાહ આપતા પહેલા મૃતકનો પુત્ર વીંધેલા વાસણમાં પાણી ભરે છે અને મૃતદેહની આસપાસ ફરે છે. આ ઘડાને છેલ્લે તોડી નાંખવો ખુબ જરૂરી છે. આ મૃત વ્યક્તિ પ્રત્યેના મોહને સમાપ્ત કરવા માટે કરવામાં આવે છે. જેથી આત્મા તેના પરિવાર સાથેના જોડાણને સમાપ્ત કરી શકે અને તેની આગામી યાત્રા શરૂ કરી શકે.
  • યાદ રાખો કે અંતિમ સંસ્કાર કર્યા પછી, પરિવારે પાછું વળીને ન જોવું જોઈએ, જેથી આત્માને પણ લાગે કે તેના પરિવારના સભ્યોએ પણ તેના પ્રત્યેનો લગાવ છોડી દીધો છે.
  • મૃતદેહના અગ્નિસંસ્કાર પછી ઘરે પહોંચતા જ મરચું અથવા લીમડો ચાવીને દાંતથી તોડી નાખવો જોઈએ. આ પછી લોખંડ, પાણી, અગ્નિ અને પથ્થરનો સ્પર્શ કરવો જોઈએ.
  • ગરુડ પુરાણમાં મૃત્યુ પહેલા કેટલાક કામો વિશે પણ જણાવવામાં આવ્યું છે, જે દરેક વ્યક્તિએ જીવતા જીવ કરવા જોઈએ જેથી મૃત્યુ પછી આત્માને કષ્ટ ન ઉઠાવવું પડે. આ માટે તેણે તલ, લોખંડ, સોનું, કપાસ, મીઠું, 7 અનાજ, જમીન, ગાય, પાણીનું વાસણ અને ચપ્પલનું દાન કરવું જોઈએ.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles