fbpx
Friday, April 26, 2024

કપાસના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, આગામી દિવસોમાં ભાવ ઘટશે કે વધશે? જાણો માહિતી તેમજ બજાર ભાવ

નમસ્કાર ખેડૂત મિત્રો..કપાસ સૌથી મહત્ત્વપૂર્ણ રોકડિયા પાકો પૈકીનો એક છે તથા કપાસની ખેતી કરતાં આશરે 58 લાખ ખેડૂતોને સતત આજીવિકા આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કપાસની ખેતી તથા કોટન પ્રોસિંગ અને વેપાર જેવી સંલગ્ન પ્રવૃત્તિઓમાં 400થી 500 લાખ લોકો સંકળાયેલા હોય છે.કપાસની સિઝન 2020-21 દરમિયાન 133 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું અને તેમાં 360 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થયું હતું, જે દુનિયામાં કપાસના કુલ ઉત્પાદનનો આશરે 25 ટકા હિસ્સો છે.દિવાળી બાદ માર્કેટીંગ યાર્ડમાં કપાસના સારા ભાવ મળતા કપાસના ઢગલા જોવા મળી રહ્યા છે.લાભ પાંચમે વેપારીઓ દ્વારા વેપાર ધંધાને શરૂ કરવામાં આવેલ છે ત્યારે ગુજરાતની મોટાભાગની માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1500 રૂપિયા કે તેથી વધુ બોલાયા હતા.કપાસના સારા ભાવ મળતા બહોળી સંખ્યામાં ખેડૂતો કપાસ વેચાણ કરવા માટે આવી રહ્યા છે, જો કે ગત વર્ષની સરખામણીએ ઉત્પાદન ઓછુ હોવાનુ કહેવાય છે. ઉત્પાદન ઓછુ હોવાથી ચાલુ વર્ષે કપાસના ભાવ જળવાય રહે તેવી શકયતા છે.કપાસનુ ઉત્પાદન ઓછુ છે તેથી હાલ કપાસના ભાવ સારા મળી રહ્યા છે અને કપાસના ઓછા ઉત્પાદનના પગલે ભાવ જળવાય રહે તેવી શકયતા છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે કપાસનુ ઉત્પાદન ઓછુ થયુ છે તેથી ખેડૂતો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે પરંતુ કપાસના ભાવ સારા મળતા ખેડૂતોને થોડી રાહત થઈ છે તેમ જાણકારો જણાવી રહ્યા છે. કપાસના ભાવ સારા મળતા ખેડૂતોની દિવાળી સુધરી ગઈ છે તેમ કહી શકાય.કપાસના ભાવો:ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં.

જેમાં બોટાદ માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1762રૂપિયા જોવા મળ્યો હતોહવે જાણી લઈએ આજનાં 11 નવેમ્બર 2021 ને ગુરૂવાર નાં ભાવો : વિગત નીચો ભાવ ઉંચો ભાવ

રાજકોટ 1560-1735

જસદણ 1000-1730

બોટાદ 1030-1762

જામજોધપુર 1450-1730

ભાવનગર 1050-1714

જામનગર1300-1740

બાબરા 1540-1750

મોરબી 1101-1731

હળવદ 1351-1725

વિસાવદર 1290-1670

તળાજા 1100-1729

ઉપલેટા 950-1045

લાલપુર 1260-1731

હિંમતનગર1501-1699

ધ્રોલ 1210-1699

પાલીતાણા 1160-1680

હારીજ 1550-1698

ધનસુરા 1500-1625

વિસનગર 1100-1700

વિજાપુર 1150-1701

માણસા 950-1722

કડી 1451-1701

થરા1470-1685

બેચરાજી 1490-1700

ચાણસ્મા 1500-1690

ઉનાવા 1026-1732

શિહોરી 1435-1635

સતલાસણા 1460-1630

ચાલુ વર્ષે કપાસનુ ઉત્પાદન સારૂ થયુ હતુ પરંતુ ભારે વરસાદ અને ઇયળના ઉપદ્રવના પગલે કપાસનુ ઉત્પાદન ઓછુ થયુ છે. કેટલાક ખેડૂતોએ બે વીણી લીધી હતી અને ત્યારબાદ કપાસનુ ખાસ ઉત્પાદન થાય તેવુ ના જણાતા કપાસ કાઢી લીધો હોવાનુ ચર્ચાય રહ્યુ છે. કપાસ કાઢી કેટલાક ખેડૂતોએ ડુંગળીનુ વાવેતર કર્યુ હોવાનુ જાણવા મળેલ છે. દર વર્ષે એક વીધે ર૦ થી ૩૦ મણ કપાસ ઉતરતો હોય છે, જેની સરખામણીએ ચાલુ વર્ષે ૪-પ મણ કપાસ જ ઉતર્યો હોવાનુ જણાય રહ્યુ છે.હાલ કપાસના ભાવ પણ ખેડૂતોને સારા મળી રહ્યા છે.

આગામી દિવસોમાં કપાસની આવક ઘટશે તો કપાસના ભાવ વધવાની શકયતા છે તેમ જાણકારો જણાવી રહ્યા છે તેથી ખેડૂતોને ભાવની ચિંતા રહેશે નહી તેમ ચર્ચાય રહ્યુ છે. ચાલુ વર્ષે કપાસનુ ઉત્પાદન ઓછુ થયુ છે તેથી હાલ ભાવ જળવાય રહ્યા છે. આગામી દિવસોમાં કપાસની આવક પર ભાવનો આધાર રહેલો છે.આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારાં what’Aap અને Facebook ગ્રુપ માં શેર કરો. – આભાર

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles