fbpx
Friday, April 26, 2024

સ્કૂલ ચલેંગે હમ / સ્વેટર-ટોપી ,પાટી પેન કરો તૈયાર ! ટૂંક સમયમાં 1 થી 5ની શાળાઓ શરુ કરવાની તૈયારીઃ શિક્ષણમંત્રીનું મહત્વનું નિવેદન

  • ટૂંક સમયમાં શરુ થઇ શકે છે 1થી 5 શાળાઓ
  • શાળાઓ શરુ કરવા રાજ્ય સરકારની વિચારણા
  • શિક્ષણ મંત્રીએ કહ્યું;ટૂંક સમયમાં શરુ થશે શાળા


ગુજરાતમાં ધોરણ 1 થી 5નાં વર્ગો શાળામાં શરુ કરવા અંગે આજે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે, આવનારા ટૂંક સમયમાં જ ધોરણ 1 થી 5 ના ફોલૈન વર્ગ શાળામાં શરુ કરવામાં આવશે.

રાજ્યમાં પ્રાથમિક શાળા શરૂ કરવા અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, કમિટીના નિર્ણય બાદ વિશેષજ્ઞો સાથે બેઠક કરીને શાળાઓ ફરી શરુ કરવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે, કોરોનાની અસર ઓછી થાય એટલે બંધ શાળા ફરી શરુ કરવાનો નિર્ણય કરાશે. ગત સપ્તાહે,કેબીનેટની બેઠક બાદ શિક્ષણ મંત્રીએ જણાયું હતું કે, આરોગ્ય વિભાગ સાથે પરામર્શ બાદ જ શાળા ખોલવા અંગે નિર્ણય લેવાશે.

અમદાવાદમાં 15 કેસ,રાજ્યમાં કુલ 29 કેસ નવા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે.તો એક્ટીવ કેસની સંખ્યા હજુ પણ ગભરાત ફેલાવવા માટે પુરતી છે તેમ કહી શકાય. રાજ્યમાં 231 કેસ હજુ પણ એક્ટીવ છે. જ્યારે 4 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ રહ્યા છે. એક મોટી રાહત ભરી વાત એ છે કે, એક પણ દર્દીનું મોત નોંધાયું નથી. રાજ્યમાં અત્યાર સુધી 10090 મૃત્યુ થયા છે.તો ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 816654 થઇ છે. ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકા રહ્યો છે.જ્યારે કેસના આંકડામાં અમદાવાદમાં 15,વડોદરામાં 4, વલસાડમાં 5,અને સુરતમાં 3,જામનગર-ખેડામાં 1 -1 કેસ નોંધાયા છે.

મુખ્ય સચિવે કરી કલેકટર્સ સાથે સમીક્ષા

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ દિન પ્રતિદિન વધતા જવાની ભીતિ છે ત્યારે, મહાનગર પાલિકાએ દીપાવલીના તહેવારો બાદ આજથી ટેસ્ટીંગ પ્રક્રિયામાં વધારો કર્યો છે.આટલું જ નહિ, દીપાવલીના વેકેશન બાદ બહાર ફરીને આવેળા નાગરીકોનું પણ ટેસ્ટીંગ કરવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ જેવા શહેરોમાં ટેસ્ટીંગ બૂથ ફરીથી ખુલવા લાગ્યા છે.ત્યારે રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે રાજ્યના તમામ જિલ્લા કલેકટર સાથે બેઠક કરી હતી. આ સાથે તેઓએ રાજ્યના વિવિધ જીલ્લાઓના કોરોના સંક્રમણની સ્થિતિના આંકડાથી વાકેફ થઈને જિલ્લાવાર સમીક્ષા કરી હતી.હાલની સ્થિતિ એ કોરોના સંક્રમણ વધશે તો ધોરણ 1 થી 5નાં વર્ગો શરુ નહિ કરવામાં આવે. સાથોસાથ,કોરોનાના કેસ પર નિયંત્રણ લાદવા અસરકારક પગલાં લેવા સૂચનાઓ આપી હતી.

સંકલન બાદ જ લેવાશે નિર્ણય

ગુજરાતમાં દિવાળી વેકેશન ખૂલવાને હજુ એક સપ્તાહની જ વાર છે ત્યારે, શાળાઓ ખુલવા અંગે વાલીઓ -વિદ્યાર્થીઓ સાથે સરકાર પણ થોડી અસમંજસમાં છે. ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ કરવા મુદ્દે રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્યસચિવ, મનોજ અગ્રવાલે એક મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે, શિક્ષણ વિભાગ સાથે આરોગ્ય વિભાગના સંકલન બાદ જ શાળાઓ ખુલવા અંગે નિર્ણય લેવાશે.

બાળકોના વેક્સીન અંગે કેન્દ્રની સુચના પ્રમાણે કામ થશે શિક્ષણ

રાજ્યમાં શિયાળાની ઠંડીની શરૂઆત થઇ ગઈ છે.ત્યારે ધોરણ 1 થી પાંચનાં વર્ગો હજુ શરુ નથી થઇ શક્યા.ધોરણ 6 થી 8 નાં વર્ગો પણ સ્કૂલ સાથે ઓન લાઈન પણ ચાલે છે.ત્યારે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવે અગ્રવાલે કહ્યું છે કે, શાળાઓ સંપૂર્ણ હાજરી કે અડધી હાજરી સાથે ખોલવી તે અંગે હજુ વિચારણા થશે. રાજ્ય સરકાર બાળકોનું સ્વાસ્થ્ય જોખમાય નહીં તેનું પણ ધ્યાન રાખશે. આરોગ્ય વિભાગ પણ બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે તકેદારી દાખવશે. વધુમાં,વેકેશનમાં ગુજરાત બહાર ગયેલા બાળકોનો જરૂર પ્રમાણ RT-PCR પણ કરવામાં આવશે.આ ઉપરાંત,કોરોનાના સંક્રમણની સ્થિતિ આધારે શિક્ષણ વિભાગ નિર્ણય કરશે. અને બાળકોના વેક્સીન મુદ્દે કેન્દ્ર સરકારની સુચના આધિન કામગીરી થશે

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles