fbpx
Friday, April 26, 2024

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની નવી ફિલ્મની તારીખ જાહેર, ડિરેક્ટર લવ રંજને આપી માહિતી

New Release Date : આ ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર પહેલીવાર સાથે જોવા મળવાના છે. ડિરેક્ટર લવ રંજનની ફિલ્મમાં બંને એક્ટર જોવા મળશે.તમને જણાવી દઈએ કે, ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષથી શરૂ થઈ ગયું છે, જોકે ફિલ્મના નામની હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. અગાઉ આ ફિલ્મ આવતા વર્ષે પ્રજાસતાક દિવસે રિલીઝ થવાની હતી. જો કે હવે ફિલ્મની નવી તારીખ સામે આવી છે. આ અંગે ખુદ લવ રંજને માહિતી આપી છે.

લવ ફિલ્મસે આ અંગે ટ્વિટ કરીને લખ્યુ કે,’લવ રંજન ની અનટાઈટલ ફિલ્મ જેમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર જોવા મળશે. આ ફિલ્મ હોળીના અવસર પર 8 માર્ચ 2023ના રોજ રિલીઝ થશે.’

તમને જણાવી દઈએ કે, રણબીર સિવાય શ્રદ્ધા, લવ અને રણબીર પણ આ ફિલ્મ દ્વારા પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. લવ રંજન વિશે તમને જણાવી દઈએ કે તેણે ‘પ્યાર કા પંચનામા’ જેવી હિટ ફિલ્મ આપી છે. તેણે ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ જેવી શાનદાર ફિલ્મોથી દર્શકોનુ ધ્યાન ખેંચ્યુ છે.

બોનીનુ એક્ટર તરીકે ડેબ્યુ

તમને જણાવી દઈએ કે, બોની કપૂર બોલિવૂડના મોટા પ્રોડ્યુસર છે અને હવે તેઓ આ ફિલ્મ દ્વારા એક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે. અર્જુન કપૂર અને જ્હાન્વી બાદ હવે બોની પણ ફિલ્મમાં પોતાની કમાલ બતાવશે. તેથી ચાહકો બોનીને મોટા પડદા પર જોવા માટે ઉત્સાહિત છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles