fbpx
Friday, April 26, 2024

પગની દુર્ગંધથી પરેશાન છો? તો આ ઉપચાર અનુસરો અને શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવો

મીઠાનું પાણી: જો તમે પગમાં આવતી દુર્ગંધથી પરેશાન છો તો તેને દૂર કરવા માટે તમે મીઠાના પાણીનો સહારો લઈ શકો છો. આ માટે એક ટબમાં નવશેકું પાણી લો અને તેમાં એકથી બે ચમચી મીઠુ ઉમેરો. હવે તમારા પગને લગભગ 10 મિનિટ સુધી તેમાં રાખો.

વિનેગર: તેનાથી પગની દુર્ગંધ પણ દૂર થઈ શકે છે. આ માટે પહેરવામાં આવતા ફૂટવેરમાં વિનેગર રેડવુ જોઈએ. વિનેગર રેડ્યા પછી, ફૂટવેરને લગભગ 2 કલાક માટે આ રીતે જ રહેવા દો. આ ટિપ ખૂબ અસરકારક માનવામાં આવે છે.

બેકિંગ સોડા: કહેવાય છે કે બેકિંગ સોડાથી પગમાં રહેલા બેક્ટેરિયાને ખતમ કરી શકાય છે. આ સાથે ઈન્ફેક્શન પણ ખતમ થઈ જાય છે. આ માટે એક વાસણમાં પાણી લો અને તેમાં એકથી બે ચમચી ખાવાનો સોડા ઉમેરો. હવે તમારા પગને થોડીવાર માટે તેમાં રાખો અને સામાન્ય પાણીથી ધોઈ લો.

ગુલાબ જળ: આ અસરકારક નુસખા વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. આ માટે પહેલા પગ ધોઈ લો અને પછી સ્પ્રે બોટલની મદદથી પગ પર ગુલાબજળ છાંટો. ગુલાબજળ સુકાઈ જાય પછી મોઈશ્ચરાઈઝર લગાવો.

લીંબુ: ત્વચાની સમસ્યાઓ દૂર કરવામાં શ્રેષ્ઠ છે. લીંબુ પગની દુર્ગંધને પણ દૂર કરી શકે છે. આ માટે અડધું લીંબુ લઈને તેને પગ પર ઘસો અને થોડી વાર પછી તેને સામાન્ય પાણીથી ધોઈ લો.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles