fbpx
Saturday, April 27, 2024

દુનિયાની પહેલી ટ્રેન, જે ડીઝલ પેટ્રોલ કે ઈલેક્ટ્રિસિટીથી નહીં પણ પૃથ્વીની શક્તિ પર ચાલશે, જાણો ખાસિયત

Infinity Train: જો તમે ટ્રેનમાં મુસાફરી કરી હોય, તો તમને ખબર હશે કે તે વીજળી, ડીઝલ અથવા કોલસા પર ચાલે છે. શરૂઆતમાં ટ્રેનો કોલસા પર ચાલતી હતી, પછી ડીઝલ પર ચાલતી ટ્રેનો આવી. પરંતુ આજકાલ મોટાભાગની ટ્રેનો વીજળીથી ચાલે છે. દુનિયાભરમાં ઘણી એડવાન્સ ટેક્નોલોજીવાળી ટ્રેનો આવી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હવે એવી ટ્રેન બનવા જઈ રહી છે, જે ડીઝલ કે વીજળીથી નહીં પરંતુ પૃથ્વીની શક્તિ પર ચાલશે. સૌથી અદ્ભુત વાત એ છે કે આ ટ્રેન મુસાફરી દરમિયાન પોતાને ચાર્જ કરશે.

ડેઈલી મેલમાં છપાયેલા સમાચાર મુજબ ઓસ્ટ્રેલિયામાં આવી અલગ પ્રકારની ટ્રેન દોડાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ટ્રેનનું નામ ઈન્ફિનિટી ટ્રેન છે. તેને ઓસ્ટ્રેલિયન માઈનિંગ કંપની ફોર્ટેસ્ક્યુ તૈયાર કરવા જઈ રહી છે. IFL સાયન્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ટ્રેન પ્રદૂષણમાં ઘટાડો કરશે, આ રીતે ઓસ્ટ્રેલિયા શૂન્ય ઉત્સર્જનના લક્ષ્ય તરફ આગળ વધશે.

વાસ્તવમાં આ ટ્રેન ગુરુત્વાકર્ષણના બળ પર ચાલશે. ખાસ વાત એ છે કે આવી ટ્રેનો ચલાવવાથી પ્રદૂષણ ઘટશે, આ સિવાય ટ્રેનમાં ઈંધણ ભરવાની જરૂર નહીં પડે. આ સ્પેશિયલ ટ્રેન એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી વખતે આપમેળે ચાર્જ થઈ જશે એટલે કે જ્યાં સુધી ટ્રેન ચાલુ રહેશે ત્યાં સુધી ટ્રેનની એનર્જી ક્યારેય ખતમ નહીં થાય.

ટ્રેનમાં બેકઅપ માટે બેટરી હશે, જે ચાર્જ થતી રહેશે અને ઊર્જા બચાવશે. આ બેટરીની ઉર્જા ક્યારેય ખતમ નહીં થાય. આ બેટરીને ચાર્જ કરવા માટે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની સૌથી વધુ જરૂર પડશે. આ પ્રોજેક્ટ દ્વારા શૂન્ય ઉત્સર્જન અને ઓછા ખર્ચે માલ પરિવહનનો સારો વિકલ્પ ઉભો કરવામાં આવશે.

આ ટ્રેનની મદદથી આયર્ન ઓર ઓછા ખર્ચે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. જ્યારે 244 કોચવાળી ટ્રેનમાં 34,404 ટન આયર્ન ઓર ભરવામાં આવશે અને ટ્રેન તેને અનલોડ કર્યા પછી ખાલી પાછી આવશે, ત્યારે તેને ગુરુત્વાકર્ષણ દ્વારા ચાર્જ કરી શકાશે.

ફોર્ટેસ્ક્યુના સીઈઓ એલિઝાબેથ ગેઈન્સ અનુસાર, ઈન્ફિનિટી ટ્રેન વિશ્વની શ્રેષ્ઠ, સૌથી શક્તિશાળી અને સક્ષમ ઇલેક્ટ્રિક ટ્રેન હશે. તેનાથી ડીઝલનો ઉપયોગ બંધ થઈ જશે. ઘણી આધુનિક કારમાં રિજનરેટિવ બ્રેકિંગ પણ હોય છે, જે બ્રેક મારતી વખતે ઘર્ષણમાંથી ઉર્જા ઉત્પન્ન કરે છે, આ જ ટેક્નોલોજીનો ઉપયોગ હવે ટ્રેનો માટે કરવામાં આવશે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles