fbpx
Sunday, May 19, 2024

શું તમે પણ ઉનાળાની ગરમીથી રાહત મેળવવા શેરડીનો રસ પીવો છો? તો ચાલો જાણીએ આ મહત્વની વાત

ઉનાળો શરૂ થતા જ શેરડીના રસ પીવાની ઇચ્છા થાય છે. ભર બપોરે ઠંડો અને તાજો શેરડીનો રસ પીવાની મજા પડી જાય છે. શેરડી રસનું તમામ લોકો સેવન કરતા હોય છે. શેરડીના રસ પીવાના પણ ઘણા બધા ફાયદા છે…શેરડીનો રસ પીવાથી શરીરમાં એનર્જી રહે છે. શેરડીના રસમાં ઘણા પોષકતત્વો રહેલા છે. આ સિવાય શેરડીમાં કેન્સર સામે લડવાના ગુણો છે. કેન્સર જ નહી પથરી કાઢવામાં આ પણ શેરડીનો રસ કારગાર સાબિત થાય છે. શેરડીના રસમાં એન્ટી કેન્સર ગુણો છે. શેરડીનો રસ પીવાથી કેન્સરની કોશિકાઓનો વિકાસ થતો અટકી જાય છે. જેના લીધે કેન્સરના ખતરાથી બચી જવાય છે.

શેરડીના રસ પીવાના જાણો ફાયદા:

શેરડીના રસ પથરી કાઢવામાં મદદરૂપ થાય છે. ડોક્ટરો પણ પથરીના દર્દીઓને શેરડીનો રસ પીવાની સલાહ આપતા હોય છે. શેરડીના રસમાં એસિડિક ક્ષમતા રહેલી છે જેના કારણે ધીમે-ધીમે પથરી પીગળી જતી હોય છે અને મૂત્રમાર્ગે નીકળી જાય છે.

જો વ્યકિત વારંવાર બિમાર પડી જાય છે તો સમજી લો કે તેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. આવા લોકોએ શેરડીનો રસ ચોક્કસથી પીવી જોઇએ. એક રિસર્ચ અનુસાર, શેરડીના રસમાં રોગપ્રતિકારક શક્તિ વધવાનો ગુણ રહેલો છે. જેનાથી તમે બિમારીઓથી બચી શકો છો.

શેરડીના રસમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં રહેલુ છે. જો તમે હાડકા મજબૂત બનાવવા માગતો હોવ અને તમે એથલીટ હો તો તમારા માટે શેરડીનો રસ ફાયદારૂપ સાબિત થશે. રોજ જોગિંગ પછી એક ગ્લાસ શેરડીનો રસ પીવો જોઇએ.

આર્યુવેદમાં જણાવવામા આવ્યુ છે કે, શેરડીના રસથી કબજિયાતમાં ફાયદો થાય છે. તેમાં ક્ષારીય ગુણ હોય છે જેનો મતબલ છે કે, એસિડિટી અને પેટના અગ્રિનીની સારવાર માટે પણ સારો છે.

એનિમિયાને લોહીની ઉણપ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનિમિયામાં લાલ રક્તકણોની સંખ્યા ઓછી થઈ જાય છે. જો કે, એનિમિયા શરીરમાં આયર્નની પૂર્તિ કરીને દૂર કરી શકાય છે. લોહતત્વ શેરડીના રસમાં પૂરતા પ્રમાણમાં છે. એટલે જ શેરડીનો રસ પીવાથી એનિમિયાના ખતરાથી બચી શકાય છે.

શેરડીના રસમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં રહેલું છે. જો તમે હાડકાં મજબૂત બનાવવા માગતા હોવો તો શેરડીનો રસ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

શેરડીનો રસ યૂરિનર ટ્રેક્ટર ઈન્ફેક્શનમાં પણ આરામ અપાવે છે. શેરડીના રસમાં ડ્યુરેટિક ગુણ રહેલો છે. જે લોકો યૂરિનમાં ઈન્ફેક્શન કે બળતરાથી પરેશાન હોય તેમણે શેરડીનો રસ પીવો જોઈએ.

શેરડી કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, પોટેશિયમ અને બીજા જરૂરી પોષકતત્વોથી સમુદ્ઘ હોય છે. એક ગ્લાસ શેરડીનો રસ એનર્જી લેવલ વધારે છે. તે શરીરમાં પ્લાઝ્મા અને તરલ પદાર્થો બનાવે છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles