fbpx
Saturday, April 27, 2024

કયા માણસના લોહીનો રંગ વાદળી હોય છે? લોહીનો રંગ કેમ અલગ છે તે જાણો

બ્લૂ બ્લડ એટલે વાદળી લોહી શબ્દનો પહેલો ઉપયોગ 1811ની આસપાસ થયો હતો. આ શબ્દ શાહી પરિવાર અને અને તેની કુલીનતાને દર્શાવવા માટે કરવામાં આવ્યો હતો. આ તે સમય હતો જ્યારે ઉચ્ચ સામાજિક સ્તરવાળા લોકોની ગોરી ત્વચાના આધારે વિભાજિત કરવામાં આવતા હતા. તેમને કામ કરવાવાળા લોકો, મધ્યમ વર્ગીય, ખેડૂતો અને શ્રમિકોથી અલગ રાખવામાં માટે આ પ્રકારના શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હતો.

સૂરજની કિરણોથી દૂર રહેતા લોકોનો રંગ ચમકદાર હોય છે. પરંતુ ખરેખર કોઈનું લોહી વાદળી થઈ જાય તો? એવા ઘણા સમુદ્રી જીવ છે, જેનો રંગ વાદળી હોય છે. જેમકે વિંછી, લૉબ્સ્ટર્સ, મકડી અને ઓક્ટોપસ. લોહી વાદળી હોવાનો અર્થ તેનો રંગ સંપૂર્ણ પણે વાદળી નથી હોતો. આ પાછળનું કારણ વૈજ્ઞાનિક છે. જેને જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

આ જીવોની નસમાં વહેતુ લોહી વાદળી નથી હોતુ. તેમાં વાદળી રંગની હલકી અસર જોવા મળે છે. આવા જીવના લોહીનો રંગ વાદળી દેખાવા પાછળનું કારણ ત્વચા પર પડતી રોશની છે. તેમની નસમાં વહેતા લોહીમાં ઓક્સીજનનું પ્રમાણ ઓછુ હોય છે. જો ખરેખર કોઈના લોહીનો રંગ વાદળી થઈ જાય તો દુર્લભ બિમારીઓ થઈ શકે છે.  

લોહી વાદળી થવાના કારણે જે બિમારી થાય છે, તેનુ નામ છે મીથૈમોગ્લોબિનેમિયા. એવી ઘણી બિમારી છે, જે માણસોને પરેશાન કરી શકે છે. સામાન્ય પરિસ્થિતિમાં રક્તકણોમાં રહેલા હીમોગ્લોબિન પ્રોટીન ઓક્સીજનનો તમારા શરીરમાં સપ્લાય કરે છે. માણસના શરીરમાં હીમોગ્લોબીનને લાલરંગ આપવાવાળો પદાર્થ આયરન હોય છે. તે શરીરની અંદર ફેરિક સ્ટેટમાં હોય છે. આયરન જેવો હીમોગ્લોબિનની સાથે વહીને ઓક્સીજન સાથે ભળે છે, ત્યારે લોહીનો રંગ લાલ થઈ જાય છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles