fbpx
Friday, April 26, 2024

આ સામગ્રીને કાકડીના સલાડમાં ક્યારેય ન મિક્સ કરો, તેનાથી તમારું પેટ ખરાબ થઈ શકે છે

હેલ્દી ડાયટમાં મોટાભાગે લોકો સલાડનું સેવન કરે છે. કોઈ વેજ સલાડ પસંદ કરે છે તો કોઈ તમામ પ્રકારના ફળોો સલાડ ખાય છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે ટામેટાં અને ખીરા કાકડીને એકસાથે સર્વ કરવાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. સામાન્ય રીતે લોકો ખીરા કાકડી અને ટામેટાંને મિક્સ કરીને ખાવાનું પસંદ કરે છે પણ આવું બિલકુલ ન કરવું જોઈએ. એવું હેલ્થ એક્સપર્ટ માને છે.

ખીરા કાકડી સાથે ન ખાવ ટામેટાંઃ
જાણકારો મુજબ જો તમે ખીરા કાકડી અને ટામેટાં એકસાથે ખાવ છો તો ગેસ, બ્લોટિંગ, પેટદર્દ, જીવ મુંઝાવો, થાક, અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. ખીરા કાકડી અને ટામેટાં એકબીજાથી ઓપોઝિટ માનવામાં આવે છે. આ બંને ચીજવસ્તુઓનો પેટમાં પાચન થવાનો સમય પણ અલગ અલગ હોય છે. એટલા માટે જો બંને એકસાથે ખાવામાં આવે તો પેટમાં જઈને અનેક પરેશાનીઓ ઉભી કરી શકે છે.

ખીરા કાકડી અને ટામેટાંની તાસીર અલગઃ
ટામેટાં અને ખીરા કાકડી સ્લો અને ફાસ્ટ ડાઈઝેશનવાળા ફૂડ છે. જો તમે ફાસ્ટ અને સ્લો ડાઈઝેશન વાળા ફૂડ્સ એકસાથે ખાવ છો તો એક ફૂડ પચી જઈને તમારા ઈન્ટેસ્ટાઈનમાં પહેલાં જ પહોંચી જશે. તો બીજી તરફ પ્રોસેસિંગ થતી રહે છે. આ કારણે આપણા શરીરમાં નુકસાન થાય છે. 

શું કહે છે એક્સપર્ટ્સ?
હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે, ખીરા કાકડી પૌષ્ટિક તત્વથી ભરપૂર હોય છે. જે શરીરને હાઈબ્રેટેડ રાખે છે. ખીરામાં એક એવો ગુણ હોય છે જે વિટામિન સીને અવશોષણની સાથે અવરોધે છે. એટલા માટે ટામેટાં અને ખીરા કાકડી એકસાથે ખાવાનું ટાળવું જોઈએ. જો તમને આ બંને ફૂડ ભાવે છે તો તેનું અલગ અલગ સેવન કરવું જ યોગ્ય રહેશે. તમે એકને લન્ચમાં ખાઈ શકો છો તો બીજાને ડીનરમાં. જેથી કરીને આ બંને ફૂડથી શરીરને ફાયદો થશે. 

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles