fbpx
Saturday, May 18, 2024

આ ઉનાળામાં ફળો શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડશે, તમારા આહારમાં સામેલ કરો

જ્યારે વેક્સી લિક્વિડ જેવું પ્રવાહી નસોમાં એટલે કે ધમનીઓમાં જમા થવા લાગે છે, ત્યારે રક્ત પરિભ્રમણમાં સમસ્યા થાય છે. કોલેસ્ટ્રોલ જ આ લિક્વિડ પદાર્થ છે. જ્યારે નસોમાં આ લિક્વિટ જામી જવાના કારણે રક્તપ્રવાહ યોગ્ય રીતે થઇ શકતો નથી ત્યારે હૃદય પર દબાણ વધવા લાગે છે. આ સ્થિતિમાં હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે. જો તમે પણ કોલેસ્ટ્રોલથી પરેશાન છો તો તમારે એક્સરસાઇઝની સાથે ડાયટ પર ખાસ ધ્યાન આપવું પડશે. કોલેસ્ટ્રોલ શરીરના દરેક કોષમાં જોવા મળે છે. સારું કોલેસ્ટ્રોલ શરીર માટે જરૂરી છે, પરંતુ ખરાબ કોલેસ્ટ્રોલ જીવલેણ સાબિત થાય છે. જોકે, તમે ઓછા કોલેસ્ટ્રોલ વાળો આહાર અને ડાયટ દ્વારા તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડી શકો છો. હાલ ઉનાળાની ઋતુમાં અમુક એવા ફળ પણ મળે છે જે તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. તો ચાલો જાણીએ કોષોમાં જામેલ કોલેસ્ટ્રોલને ઓગાળીને બહાર કાઢવામાં ક્યા ફળો તમારી મદદ કરશે.

સ્ટ્રોબેરી : કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે સ્ટ્રોબેરી એક સારું ફળ છે. તે એન્ટીઑકિસડન્ટોનો સારો સ્ત્રોત છે, જે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે વિટામિન્સનો ભંડાર છે અને તેમાં કેલરી ખૂબ ઓછી છે. તમે દરરોજ સવારે નાસ્તામાં સ્ટ્રોબેરી ખાઈ શકો છો.

પપૈયું : ફાઈબરથી ભરપૂર પપૈયા હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલ કરે છે. ફાઈબર પાચન સુધારવામાં મદદ કરે છે અને તે આંતરડાને પણ સાફ કરે છે.

સફરજન : સફરજન એક એવું ફળ છે, જે માત્ર કોલેસ્ટ્રોલ જ નહીં પરંતુ શરીરમાં જમા થયેલા અન્ય ગંદા પદાર્થોને પણ ઘટાડી શકે છે. હૃદયના તમામ દર્દીઓએ તેમના આહારમાં સફરજનનો સમાવેશ કરવો જોઈએ. કારણ કે તે કુદરતી રીતે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. સફરજનમાં ફાઈબર પેક્ટીનની હાજરી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

દ્રાક્ષ : દ્રાક્ષમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાની શક્તિ હોય છે. દ્રાક્ષમાં ફાઈબર ભરપૂર હોય છે અને તેમાં પ્રોટીન, આયર્ન, કોપર, ફોલેટ, વિટામિન સી, એ, કે અને બી પણ પ્રચૂર માત્રામાં હોય છે. દ્રાક્ષનું નિયમિત સેવન કુદરતી રીતે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. દ્રાક્ષ વજનને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે. સાઇટ્રસ ફ્રુટ્સ ખાવાથી હાર્ટ સંબંધિત બીમારીઓને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે ઈચ્છો તો દ્રાક્ષની સાથે લીંબુ અને નારંગી જેવા ફળો ખાઈને કોલેસ્ટ્રોલ ઘટાડી શકો છો.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles