fbpx
Friday, April 26, 2024

જો જો હાથમાંથી છટકી ન જાય આ 3 વસ્તુ, આ વસ્તુઓ ઢોળાવાથી મુસીબતનો કરવો પડી શકે છે સામનો !

આજે ભાગદોડ ભરેલાં જીવનમાં એટલા વધારે કામ હોય છે કે દરેક વ્યક્તિ કામમાં ઉતાવળ કરતો હોય છે. પરંતુ ઘણી વખત ઉતાવળમાં કામ કરવાને લીધે કામ બગડી જતું હોય છે. ઉતાવળમાં ઘણી વખત વસ્તુઓ પણ આપણાં હાથમાંથી પડી જાય છે. તેવામાં વ્યક્તિ તેને ઉઠાવીને ફરીથી તેની યોગ્ય જગ્યા પર રાખી દેતો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે અમુક વસ્તુઓ એવી પણ હોય છે કે જેનું હાથમાંથી પડવું ખુબ જ અશુભ માનવામાં આવે છે ?

આજે કેટલીક આવી જ વસ્તુઓ વિશે વાત કરવી છે કે જે આપણાં ઘરનાં રસોડા સાથે જોડાયેલી છે.

સુખ-સમૃદ્ધિ ટકાવી રાખવામાં ઘરનાં રસોડાનું ખાસ મહત્વ હોય છે. રસોડામાં કરવામાં આવેલી નાની ભૂલોને લીધે આખા પરિવાર પર સંકટ આવે છે !જ્યોતિષશાસ્ત્ર અનુસાર રસોઇઘર અને તેમાં પડેલી વસ્તુઓની યોગ્ય માત્રા ખૂબ જરૂરી છે. જો રસોઈ ઘરમાં અમુક વાતનું ધ્યાન રાખવામાં ન આવે તો ઘરમાં ગરીબી વધી શકે છે એટલે કે પરિવાર પર આર્થિક સંકટ આવી શકે છે ! જ્યોતિષશાસ્ત્રનું માનવામાં આવે તો અમુક વસ્તુઓ હાથમાંથી ક્યારેય પણ પડવી જોઈએ નહીં. જો ક્યારેક પડી જાય તો કોઈ સમસ્યા નથી. પરંતુ, જો વારંવાર આ ઘટના ઘટે તો તમારે સતર્ક થઈ જવું જોઈએ. એ સંદર્ભે જ આજે આપને કેટલીક રસોડાને લગતી મહત્વની વાતો જણાવીએ.

વારંવાર દૂધ ઢોળાઇ જવું એક અશુભ સંકેત આપે છે !

ઘણી વખત આપણે રસોડામાં ગેસ ઉપર દૂધ રાખીને ભૂલી જતા હોઇએ છીએ અથવા તો ઘણી વખત ઉતાવળમાં આપણાં હાથમાંથી દૂધનું વાસણ છટકી જાય છે કે છૂટી જાય છે. આ બાબતને જ્યોતિષશાસ્ત્રમાં ખુબ જ અશુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે દૂધનો સંબંધ ચંદ્ર ગ્રહ સાથે હોય છે. જો વારંવાર વ્યક્તિના હાથમાંથી દૂધ પડે છે તો તે ઘરમાં આર્થિક સમસ્યા ઉત્પન્ન થવાનો સંકેત છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે રસોડામાં દૂધ રાખતી વખતે ખાસ ધ્યાન એ રાખવું જોઇએ કે દૂધના વાસણને હંમેશા ઢાંકીને રાખવું, નહીં તો ઢાંક્યા વગર રાખેલું દૂધ ઘરમાં કોઇને કોઇ પ્રકારની પરેશાનીને આમંત્રણ આપે છે ! આ સમસ્યા આર્થિક, શારીરિક અને માનસિક કોઇ પણ પ્રકારની હોઇ શકે છે !

મીઠું (નમક) પડવું બનશે નુકસાનકારક !

મીઠું (નમક) દૈનિક જીવનમાં ઉપયોગમાં આવતો ખાદ્ય પદાર્થ છે, તેનો પ્રયોગ દરરોજના ભોજનમાં કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠાનો સંબંધ શુક્ર અને ચંદ્ર ગ્રહ સાથે માનવામાં આવે છે. જો તમારા હાથમાંથી અવારનવાર મીઠું પડે છે તો આપની કુંડળીમાં ચંદ્ર અને શુક્ર ગ્રહની સ્થિતિ નબળી હોવાનો સંકેત છે. શુક્ર ગ્રહની સ્થિતિ નબળી હોવાને લીધે લગ્ન જીવનમાં પરેશાનીઓ વધવા લાગે છે. બીજી તરફ ચંદ્ર ગ્રહ નબળો હોવાને લીધે જાતકને શ્વાસ સંબંધી બીમારીઓ થવાની સંભાવના રહેશે.

તેલ ઢળવાથી આપની મુસીબતોમાં થશે વધારો !

ઘણી વખત રસોડામાં રસોઇ બનાવતા સમયે ઉતાવળમાં હાથમાંથી ઘણી વસ્તુઓ નીચે પડી જાય છે. જ્યોતિષશાસ્ત્રનું માનવામાં આવે તો હાથમાંથી તેલ નીચે પડે તો તેવા ઘર-પરિવારની મુસીબતોમાં વધારો થવાનો સંકેત આપે છે આ ઘટના. એટલું જ નહીં, જ્યોતિષશાસ્ત્રમાં વારંવાર તેલ પડવું એ જાતકના દેવામાં વધારો થવાનો સંકેત આપે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles