fbpx
Saturday, April 27, 2024

તમે ખરીદો છો તે મધ બનાવવામાં મધમાખી કેટલો સમય લે છે? કેટલી મધમાખીઓ એકસાથે આ કામ કરે છે? જાણો

એક મધપુડામાં કેટલી માખી હોય? કેટલા દિવસમાં મધ તૈયાર થાય છે? 1 કિલો મધ તૈયાર કરવા માટે કુલ કેટલી મધમાખીઓ કામે લાગે છે? માખીઓના એક જગ્યાએ આવીને બેસી રહેવાથી કેવી રીતે બની જાય છે જાળીદાર મધપુડો? ખરેખર મધ શેમાંથી બને છે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે. સ્વાસ્થ્ય માટે મધ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. ઘણી બીમારીઓમાં મધ અકસીર દવા બની રહે છે. પણ શું તમે જાણો છો કે આ મધ કઈ રીતે બને છે? મધમાખીઓ મધપુડો કઈ રીતે તૈયાર કરે છે? એક કિલો જેટલું મધ તૈયાર કરવા માટે પણ સેકડો માખીઓએ લાગવુું પડે છે કામે…ત્યારે જંગલ કે ઝાડ પર લાગેલું મધ કઈ રીતે તૈયાર થઈને કેટલો લાંબો સફર કરીને તમારા ઘર સુધી પહોંચે છે તેની સફરની રસપ્રદ કહાની અંગે જ આ આર્ટિકલમાં જાણીશું.

સુગધિંત ફૂલોથી થાય છે શરૂઆત:
મધ બનાવવાની પ્રક્રિયામાં સૌથી પહેલાં મધમાખીઓ સુંગદીત ફૂલો પર બેસીને તેમાંથી રસ ચૂસે છે. આ રસને મધુરસ કહેવાય છે. ચૂસેલા ફૂલોના રસને મધમાખી એક કોથળીમાં સંગ્રહ કરે છે. અમૂક જથ્થામાં સંગ્રહ થયા બાદ મધમાખી આ રસને મધપુડામાં સંગ્રહ કરી દે છે. જેમાંથી મધ તૈયાર થાય છે. 

કેટલા સમયમાં મધમાખી બનાવે છે મધ?
મુખ્યત્વ ચાવવાનું કામ કરતી મધમાખીઓ ફૂલોનો રસ એકત્ર કરે છે. આ રસને મધમાખી લગભગ 30 મિનિટ એટલે કે અડધો કલાક સુધી ચાવે છે. આ પ્રોસેસથી ફૂલોના રસમાં એક એવા પદાર્થમાં બદલી નાખે છે જેમાં પાણી અને મધનો સમાવેશ હોય છે. ચાવ્યાની પ્રોસેસ પુરી થયા બાદ અન્ય મધમાખીઓ તૈયાર થયેલા પદાર્થને મધપુડામાં મૂકી દે છે જેથી તેમા રહેલું પાણી બાષ્પી ભવન ના થાય. અને મધ પણ જાડું રહે છે.

રંગ અને સ્વાદ કેમ અલગ હોય છે?
મુખ્યત્વ ફૂલના રસને એકત્ર કરીને મધમાખીઓ મધ તૈયાર કરે છે. ફૂલોના રસને મધમાખીઓ મધપૂડાની અંદરની શર્કરામાં રાખે છે. જેમાં મધપૂડાની ડિઝાઈન અને મધમાખીઓના પીછાઓથી સતત બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે. જેનાથી પ્રવાહી સ્વરૂપમાં મધ બને છે. જો કે ફૂલોના રસના આધારે આ મધનો સ્વાદ અને રંગ અલગ અલગ હોય શકે છે.

કેવી રીતે થાય છે મધની ખેતી?
મધના ઉત્પાદન માટે ખાસ પ્રકારની પેટીઓ તૈયાર કરવામાં આવે છે. જેમાં મધમાખીઓનું ઉછેર કરવામાં આવે છે. મધમાખીની દરેક પેટરીમાં એક રાણી હોય છે. જેનું આયુષ્ય ત્રણ વર્ષનું હોય છે..જ્યારે અન્ય મધમાખીઓની ઉંમર 45થી 60 દિવસની હોય છે. 

એક પેટીમાંથી કેટલું મધ મળે છે?
મધ માટેની દરેક પેટીમાં 9 ફ્રેમ હોય છે. આ પેટીમાં 7થી 15 દિવસમાં મધ તૈયાર થઈ જાય છે. જેમા એક પેટીમાં 6થી 20 કિલો સુધી મધનું ઉત્પાદન થાય છે. જો પેટીઓને ફુલ ઉગતા હોય તેવા પાક ધરાવતા ખેતરમાં ખૂલ્લામાં મૂકવામાં આવે તો મધનું પ્રોડક્શન વધુ ઝડપથી થાય છે. વરિયાળીના ખેતરમાં મધ 15 દિવસમાં તૈયાર થાય છે. જ્યારે રાયડાના ખેતરમાં તે 5-7 દિવસમાં તૈયાર થઈ જાય છે.

કેટલી માખીઓથી તૈયાર થાય છે મધ?
મધ તૈયાર કરવામાં માટે કેટલી માખીઓ હોવી જોઈએ તેનો ચોક્કસ આંકડો કહેવો મુશ્કેલ હોય છે. એક મધપેટીમાં હજારો લાખો મધમાખીઓ હોય છે. જે રાત દિવસ એક જ કામ કરે છે ફૂલોના રસમાથી મધ તૈયાર કરવો. એટલે મોટી સંખ્યામાં મધમાખીઓ 7થી 15 દિવસ મહેનત કરે ત્યારે 6થી 20 કિલો સુધી મધ મળી શકે છે.

કઈ મધમાખી બનાવે છે સૌથી વધુ મધ?
કદમાં સૌથી નાની ભુનગા ઉર્ફે ડમ્ભર મધમાખી સૌથી ઓછું મધ એકત્ર કરે છે. જ્યારે ભંવર, ભૈંરેહ અને સારંગના નામથી ઓળખાથી મોટી મધમાખી મોટું મધપુડું બનાવે છે. જેના એક મધપુડામાંથી 30થી 50 કિલોગ્રામ સુધી મધ મળે છે. તો ઊંચાઈ પર મધપુડા બનાવતી પોતિંગા મધમાખી એક વારમાં 250 ગ્રામથી 500 ગ્રામ મધ બનાવે છે. સૌથી વધુ મધ ખૈરા ઉર્ફે બારતીય મૌન મધમાખી બનાવે છે. આ મધમાખી એક સાથે 7 મધપુડા તૈયાર કરે છે. આ દરેક પુડામાંથી 10થી 15 કિલોગ્રામ મધ મળી રહે છે.

મધમાખી અને મધનો વિકાસ કેવી રીતે થાય છે?
મધપુડામાં એક મુખ્ય મધમાખી અને નર મધમાખીઓ રહેતી હોય છે. જેમાં મુખ્ય મધમાખી ઈંડા મૂકીને મધપુડાને માખીઓથી ભરે છે. ઈંડા મૂકવા માટે રાની મધમાખી અનેક નર મધમાખિયોના સંપર્કમાં આવે છે. જેમ જેમ મધમાખીઓની સંખ્યા વધે તેમ તેમ મધનું ઉત્પાદન પણ વધે છે.

બજારમાં મળતા મધમાં શ્રેષ્ઠ ક્યું?
હાલ માર્કેટમાં અનેક કંપનીઓના મધના પેકિંગ મળતા હોય છે. જેમાં હવે અમૂલનો પણ સમાવેશ થાય છે. પરંતુ ટોપ ટેને બ્રાન્ડની વાત કરીએ તો કલોન, ડાબર, ઝંડૂ, ફોરએવર બી, એપિસ હિમાલયા, પતંજલીનો સમાવેશ થાય છે. જોકે લાયન મધને સૌથી ચોક્કસાઈ પૂર્વક પેક કરવામાં આવે છે. જ્યારે સૌથી ભરોશાપાત્ર અને શુદ્ધ હિતકારી હનીના મધને માનવામાં આવે છે. પરંતુ મધપુડામાંથી સિધુ મળેલ મધ સૌથી શુદ્ધ અને નેચરલ હોય  છે.

મધનો શું ભાવ હોય છે?
એક કિલો ઓર્ગેનિક મધનો ભાવ 400થી 700 રૂપિયાની આસપાસ હોવાનો અંદાજ છે. જો પ્રતિવર્ષ 20 હજાર કિલો મધનું ઉત્પાદન કરવું હોય તો 24 લાખ 50 હજાર રૂપિયા ખર્ચ આવે છે. 50 જેટલી મધપેટી માટે 2 લાખ જેટલો ખર્ચ લાગતો હોય છે. પરંતુ તેમાં આવક પણ વધુ હોય છે. જો કે બદલાતી પરિસ્થિતિ મુજબ ભાવ અને ખર્ચમાં બદલાવ થઈ શકે છે.

મધની ખેતીનો યોગ્ય સમય શું?
મોટા ભાગે મધ ઉત્પાદનની શરૂઆત ઓક્ટોમ્બર અને નવેમ્બર મહિનામાં થાય છે. આ સિઝનમાં સૌતી વધુ ફૂલ હોવાથી મધની ખેતીનો ઉત્તમ સમય માનવામાં આવે છે. ફેબ્રુઆરી અને માર્ચ સુધી ફૂલોની સંખ્યામાં સતત વધારો થતો હોવાથી આ સમયગાળામાં મધમાખીઓની સંખ્યા પણ વધે છે. જેથી મધનું ઉત્પાદન પણ સારું મળી શકે છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles