fbpx
Friday, May 3, 2024

શું તમે સતત તણાવમાં રહો છો? તો આ આયુર્વેદિક ઉપચાર તમને તરત રાહત આપશે

ભાગદોડ ભરી જીંદગીમાં મોટાભાગના લોકો સ્ટ્રેસમાં રહેતા હોય છે. સ્ટ્રેસ એક એવી સમસ્યા જેમાંથી બહાર આવવું ખૂબ જરૂરી છે. જો તમે સતત સ્ટ્રેસમાં રહો છો તો અનેક નવી બીમારીઓ તમારા શરીરમાં એન્ટ્રી કરવા લાગે છે. આ માટે સ્ટ્રેસમાંથી બહાર આવવું ખૂબ જરૂરી છે. આ સમસ્યાને કારણે વ્યક્તિ સતત ટેન્શનમાં રહે છે. વધતા તણાવ પાછળ એક કારણ કાર્ટિસોલ નામનું હોર્મોન્સ પણ જવાબદાર હોય છે. આ એક સ્ટ્રેસ હોર્મોન છે જેની ઇમ્યુનિટી પર ખરાબ અસર પડે છે. સ્ટ્રેસને કારણે હાઇ બ્લડ પ્રેશર, યાદશક્તિ નબળી, ડિપ્રેશન જેવી અનેક બીમારીઓ વધવા લાગે છે. આમ, જો તમે પણ સતત સ્ટ્રેસમાં રહો છો તો આ આર્યુવેદિક ઉપચાર તમારા માટે સૌથી બેસ્ટ છે. તો જાણો આ વિશે તમે પણ…

રોજ યોગા કરો

તમે સતત સ્ટ્રેસમાં રહો છો તો રોજ યોગા કરવાની આદત પાડો. યોગ કરવાથી તમને માનસિક શાંતિ મળે છે. આ સાથે જ તમે બીજી બીમારીઓથી પણ દૂર રહો છો. તમે રૂટિનમાં દવાઓની જગ્યાએ યોગ કરો છો તો સ્વાસ્થ્ય સારું રહે છે. નિયમિત રીતે યોગા કરવાથી મન શાંત રહે છે અને સ્ટ્રેસ ફ્રી રહેવાય છે.

માલિશ કરો

માલિશ કરવાથી શરીરને આરામ મળે છે. આમ, જો તમે સતત સ્ટ્રેસમાં રહો છો તો માલિશ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. માલિશ કરવાથી મન સંતુષ્ટ રહે છે અને સાથે તમે ખુશ રહો છો. આ માટે તમે કોઇ પણ પ્રકારના તેલથી માલિશ કરી શકો છો. માલિશ કરવાથી તમને ઊંઘ સારી આવે છે જેના કારણે તમારું અડધુ મગજ ત્યાં જ શાંત થઇ જાય છે.

પૂરતી ઊંઘ લો

સતત તણાવમાં રહેવાને કારણે વ્યક્તિ પૂરતી ઊંઘ લઇ શકતું નથી. દરેક વ્યક્તિએ પોતાની લાઇફમાં 7 થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. 7 થી 8 કલાકની ઊંઘ લેવાથી તમને રાહત થાય છે અને મનને શાંતિ મળે છે. આ સાથે જ તમે પૂરતી ઊંઘ લો છો તો પોઝિટિવ એનર્જીથી ભરપૂર રહો છો.

સાત્વિક આહાર ખાઓ

શાકાહારી ભોજનને સાત્વિક આહાર કહેવામાં આવે છે. તમે તમારા રૂટિનમાં રોજ ખાટા ફળો, અનાજ જેવી વસ્તુઓને સામેલ કરો. સાત્વિક ખોરાક ખાવાથી તમે હેલ્ધી રહો છો.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles