fbpx
Tuesday, May 14, 2024

ડાર્ક સર્કલ્સને છુપાવો નહીં, આ ઉપાયોથી અઠવાડિયામાં મેળવો છૂટકારો

આજની આ ભાગદોડ ભરી જીંદગીમાં મોટાભાગના લોકોને સ્કિન પ્રોબ્લેમ્સ થતા હોય છે. ફાસ્ટ લાઇફમાં મોટાભાગના લોકો સ્ટ્રેસમાં રહેતા હોય છે. સ્ટ્રેસ વ્યક્તિના શરીરમાં અનેક ઘણી તકલીફો ઉભી કરે છે. આ માટે લાઇફમાં સ્ટ્રેસ ફ્રી રહેવું ખૂબ જરૂરી છે. જો તમે સ્ટ્રેસ ફ્રી રહો છો તો તમને સ્કિન અને હેલ્થના પ્રોબ્લેમ્સ વધારે પ્રમાણમાં થાય છે. બદલાતી લાઇફ સ્ટાઇલને કારણે મોટાભાગના પુરુષો અને સ્ત્રીઓને ડાર્ક સર્કલ્સ થતા હોય છે. ડાર્ક સર્કલ્સને દૂર કરવા માટે ઘરેલું ઉપાયો કરવા ખૂબ જરૂરી છે. જો તમે આ ઘરેલું ઉપાયો કરો છો તો ડાર્ક સર્કલ્સ રિમૂવ થઇ જાય છે અને ચહેરો ક્લિન થઇ જાય છે. તો જાણી લો તમે પણ આ ઉપાયો વિશે..

દૂધ અને ગુલાબજળ

દૂધમાં રહેલા અનેક ગુણો સ્કિનની સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. દૂધમાં એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરે છે. ડાર્ક સર્કલ્સમાંથી છૂટકારો મેળવવા માટે એક ડિશમાં દૂધ અને ગુલાબજળ સરખી માત્રામાં લો. ત્યારબાદ કોટનની મદદથી ડાર્ક સર્કલ્સ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. આ ઉપાય તમારે અઠવાડિયામાં ત્રણ વાર કરવાનો રહેશે.

બટાકાની સ્લાઇસ

ડાર્ક સર્કલ્સને દૂર કરવા માટે તમે બટાકાની સ્લાઇસનો પણ ઉપયોગ કરી શકો છો. બટાકાની સ્લાઇસ તમારી સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરે છે. આ માટે તમે બટાકાને ધોઇ લો અને એની પાતળી સ્લાઇસ કરી લો.

ત્યારબાદ સ્લાઇસની મદદથી ડાર્ક સર્કલ્સ પર 10 મિનિટ સુધી મસાજ કરો અને પછી 10 મિનિટ એમ જ રહેવા દો. આ ઉપાય તમે રોજ કરી શકો છો. તમારા ફેસ પર ડાર્ક સર્કલ્સ વધારે છે તો તમે બટાકાની સ્લાઇસથી રોજ ફેસ પર મસાજ કરો. બટાકાની સ્લાઇસ તમને જલદી રિઝલ્ટ આપે છે.

ખૂબ પાણી પીઓ

બને એમ વધારે પાણી પીવો. ઘણાં લોકો જરૂરિયાત કરતા બહુ જ ઓછુ પાણી પીતા હોય છે. ઓછુ પાણી પીવાથી સ્કિન અને હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. દરેક લોકોએ દિવસમાં બે થી ત્રણ લીટર પાણી પીવું જોઇએ.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles