fbpx
Sunday, April 28, 2024

બે ટીપાં દેસી ઘીનો આ રીતે ઉપયોગ કરો, શિયાળામાં સ્કિન ડ્રાય નહીં થાય અને કોમળ રહેશે

શિયાળામાં ડ્રાય સ્કિનનો પ્રોબ્લેમ્સ શિયાળામાં દરેક લોકોને રહેતો હોય છે. આ સાથે જ જે લોકોની સ્કિન પહેલાથી જ ડ્રાય હોય છે એમને આ સમસ્યા શિયાળામાં વઘારે રહે છે. આ ઉપાય તમે અજમાવશો તો તમારી સ્કિન પર મસ્ત ગ્લો આવશે અને સાથે સ્કિન પણ સોફ્ટ થશે. તમારી ઉંમર 30 વર્ષ કરતા વધારે છે તો આ ઉપાય તમારા માટે સૌથી બેસ્ટ છે. આ ઉપાય તમે અજમાવો છો તો તમારી વધતી ઉંમર દેખાતી નથી અને સાથે તમારી સ્કિન પણ બહુ મસ્ત થાય છે. તો જાણો તમે પણ દેસી ઘીના આ ઉપાયો વિશે.

દેસી ઘીના કમાલના નુસ્ખા

તમારે વધારે મહેનત કરવી નથી તો આ ટિપ્સ તમારા માટે સૌથી બેસ્ટ છે. ઘીનો આ નુસ્ખો દરેક વ્યક્તિ અજમાવે છે તો સૌથી બેસ્ટ છે. આ માટે તમારે સવારમાં ઉઠીને મોં ધોવાનું છે અને બે ટીપાં શુદ્ધ દેસી ઘી તમારા ચહેરા પર લગાવીને મસાજ કરવાનો છે. તમે રોજ દેસી ઘી થી 5 થી 7 મિનિટ સુધી મસાજ કરો છો તો તમારી સ્કિન મસ્ત થાય છે અને સાથે ગ્લો પણ આવે છે. દેસી ઘીમાં વિટામીન કે, એ, સી અને બ્યૂટીરિક એસિડ હોય છે જે સ્કિન માટે સૌથી વધારે ફાયદાકારક છે.

સનબર્નમાં ફાયદાકારક

તમે તડકામાં બહાર નિકળો છો અને ટેનિંગની સમસ્યાથી કંટાળી ગયા છો તો દેસી ઘી તમારા માટે સૌથી બેસ્ટ છે. દેસી ઘી મસાજથી તમે સન બર્નની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો. દેસી ઘી તમે રોજ આ રીતે ચહેરા પર લગાવો છો તો સ્કિન બહુ જ મસ્ત થઇ જાય છે અને સાથે વધતી ઉંમર પણ દેખાતી નથી.

ફાટેલા હોઠ માટે

દેસી ઘીનો આ નુસ્ખો તમારા ફાટેલા હોઠને રિપેર કરવાનું કામ કરે છે. શિયાળામાં અનેક લોકોને હોઠ ફાટી ગયાની ફરિયાદ હોય છે. આ માટે તમે રોજ રાત્રે હોઠ પર દેસી ઘીથી 5 મિનિટ માટે મસાજ કરો. આમ કરવાથી તમારા હોઠ ફાટશે નહીં કોમળ રહેશે. જો તમે રેગ્યુલર દેસી ઘીથી હોઠ પર મસાજ કરો છો તો હોઠ કોમળ થાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles