fbpx
Friday, May 17, 2024

કાળી હળદર આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે, તેનો ઉપયોગ કરવાથી મળે છે આ ફાયદા

ભારતમાં લગભગ કોઈ એવી વ્યક્તિ નહીં હોય જેણે ક્યારેય પીળી હળદરનો ઉપયોગ ન કર્યો હોય. પીળી હળદર આ પણા રસોડાનો મહત્વનો ભાગ છે. તેના વગર કોઈ ભોજન બનતું નથી. પરંતુ શું તમે ક્યારેય કાળી હળદર વિશે સાંભળ્યું છે? તો આજે અમે તમને કાળી હળદર વિશે માહિતી આપીશું.

ક્યાં મળે છે કાળી હળદર?
કાળી હળદરનું ઉત્પાદન મુખ્ય રૂપથી ભારતના ઉત્તર-પૂર્વી રાજ્યોમાં થાય છે. તેને સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. સ્કિન માટે પણ તે કોઈ ઔષધિ સમાન છે. તો આવો જાણીએ કાળી હળદર કઈ રીતે ઉપયોગી છે. 

કાળી હળદરના ચાર મોટા ફાયદા
1. જલદી આવી જશે રૂઝ

નાના કાપ, છાલ અને ઘાવ માટે આપણે ઘણા પ્રકારની સ્કિન ક્રિમનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જો તમે આયુર્વેદ સારવાર ઇચ્છતા હોવ તો ઇજાગ્રસ્ત વિસ્તાર પર કાળી હળદરની પેસ્ટ લગાવો. આમ કરવાથી ઘાવ ઝડપથી રૂઝાય છે

2. પાચનશક્તિ થશે સારી
પેટની સમસ્યા માટે કાળી હળદરનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તે પાચનશક્તિ સારી બનાવવાનું કામ કરે છે. કોઈને પેટમાં દુખાવો કે ગેસની સમસ્યા હોય તો કાળી હળદર ફાયદાકારક સાબિત થશે. તે માટે તમે કાળી હળદરનો પાઉડર તૈયાર કરી તેને પાણી સાથે લઈ શકો છો.

3. સ્કિન માટે અસરકારક
પીળી હળદરની જેમ કાળી હળદર પણ સ્કિન માટે લાભકારી હોય છે. જો તમે આ મસાલાને મધની સાથે મિક્સ કરી ચહેરા પર લગાવી લો તો તેમાં સુંદર નિખાર આવશે. આ સિવાય ફેસના ડાર્ક સ્પોટ અને પિંપલ્સથી પણ છુટકારો મળી જશે. 

4. સાંધાના દુખાવામાં મળશે આરામ
વધતી ઉંમરની સાથે સાંધાનો દુખાવો સામાન્ય વાત છે, વધુ મુશ્કેલી થાય તો એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીફંગલ ગુણોથી ભરપૂર કાળી હળદરની પેસ્ટ પ્રભાવિત એરિયામાં લગાવી દો, તમને સોજો અને દુખાવામાં આરામ મળશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને ઘરેલૂ નુસ્ખા પર આધારિત છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles