fbpx
Saturday, April 27, 2024

ખાંડ અને આ 3 વસ્તુઓ ઓછી ખાઓ, નહીં તો તમારે જીવનભર દવાઓ લેવી પડશે

સ્વસ્થ શરીર માટે ખાવા-પીવાનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. તમારો ખોરાક સારો હોય તો તમે હેલ્ધી રહો છો, પરંતુ આજની આ ફાસ્ટ લાઇફમાં મોટાભાગના લોકોના ખોરાક બદલાઇ ગયા છે. પહેલાનાં સમયની વાત કરીએ તો લોકો એવો ખોરાક ખાતા હતા જેમાંથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે. પોતાની આજની આ ફાસ્ટ લાઇફમાં આ બધુ જ બદલાઇ ગયુ છે. આ માટે હેલ્થને સારી રાખવા માટે સારું ફુડ ખાવુ બહુ જરૂરી છે. મોટાભાગના ફુડમાં પોષણની માત્રા ઓછી હોય છે જે હેલ્થને ફાયદો પહોંચાડતી નથી. તો આજે અમે તમને એવા 5 ફુડ વિશે વાત કરીશું જેનું તમે વધારે માત્રામાં સેવન કરો છો તો સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.

ખાંડ

ખાંડનું સેવન દરેક લોકોએ ઓછુ કરવુ જોઇએ. ખાંડ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. જે લોકોને ડાયાબિટીસ અને મોટાપા જેવી સમસ્યાઓ છે એમને ખાંડનું સેવન બહુ જ ઓછુ કરવુ જોઇએ. આ તકલીફમાં ખાંડનું સેવન વધારે કરવાથી બ્લ્ડ પ્રેશર, પૈંક્રિયાઝ અને પાચન તંત્ર પ્રભાવિત થાય છે. આ માટે ખાંડનું સેવન વધારે કરશો નહીં.

મેંદો

મેંદામાંથી અનેક પ્રકારની વાનગીઓ તમે બનાવી શકો છો. મેંદોનો તમે વધુ પડતો ઉપયોગ કરો છો તો સ્વાસ્થ્ય માટે અનેક રીતે હાનિકારક સાબિત થાય છે. મેંદો શરીરમાં પચતા વાર લાગે છે. આ સાથે જ મેંદાની વાનગીઓ વધુ પ્રમાણમાં ખાવાથી હાર્ટ સંબંધીત તકલીફો, બીમારીઓ અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.

મીઠું

મીઠામાં સોડિયમની માત્રા વધારે હોય છે. ઘણાં ઘરોમાં મીઠાનો ઉપયોગ બહુ વધારે થતો હોય છે. પરંતુ તમને એક ખાસ વાત એ જણાવી દઇએ કે મીઠાનું સેવન દરેક લોકોએ ઓછુ કરવુ જોઇએ. મીઠાનું સેવન વધારે કરવાથી કિડનીને લગતી સમસ્યાઓ થવાના ચાન્સિસ વધી જાય છે.

તેલ

તમારા ઘરે બનતી રસોઇમાં તમે તેલનો ઉપયોગ વઘારે કરો છો તો તમારે હવે ઓછો કરી દેવો જોઇએ. વધારે તેલથી ડાયાબિટીસ, હાર્ટને લગતી બીમારીઓ, સાંધામાં દુખાવો તેમજ બીજી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ માટે તમે તેલનું સેવન વધારે કરશો નહીં. બને ત્યાં સુધી રસોઇથી લઇને બીજી અનેક રીતે તેલનો વપરાશ ઓછો કરો.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles