fbpx
Friday, April 26, 2024

જાણો માગસર પૂર્ણિમા ક્યારે છે અને વ્રતના નિયમો શું છે.

સનાતન પરંપરા અનુસાર દરેક દિવસનું એક આગવુ મહત્વ ધરાવે છે. સામાન્ય રીતે હિન્દુ ધર્મ અનુસાર મહિનામા એક પૂર્ણિમા આવતી હોય છે. આ માગશર મહિનામા પૂર્ણિમા કયા દિવસે છે તેને લઈ લોકોમા મૂંઝવણ જોવા મળે છે. સામાન્ય રીતે માગશર માસને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્‍મીજીને સમર્પિત કરવામા આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્‍મીજીની પૂજા કરવામા આવે છે અને પૂર્ણિમાનુ વ્રત કરવામા આવે છે.

આ દિવસે સવારે દાન-પૂણ્ય અને તપનુ અંત્યત મહત્વ છે. આ દિવસે નદી કીનારે, સરોવર જેવા પવિત્ર સ્થળે સ્નાન કરવુ જોઈએ.

શું છે માગશર પૂર્ણિમાનુ મહત્વ

પૌરાણિક માન્યતા અનુસાર માગશર પૂર્ણિમાના દિવસથી જ સતયુગની શરુઆત થઈ હતી. માગશર માસમા મુખ્યત્વે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામા આવે છે. આ પૂર્ણિમા અન્ય 32પૂર્ણિમા કરતા પણ વધુ મહત્વ ધરાવે છે. પૂર્ણિમાનુ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે.આ દિવસે સત્યનારાયણની કથા કરવામા આવે છે.આ વર્ષે માગશર પૂર્ણિમા 8 ડિસેમ્બરના રોજ ઉજવવામા આવશે.

માગશર પૂર્ણિમાની પૂજાવિધિ

માગશર પૂર્ણિમાનુ વ્રત કરનાર જાતકોએ આ દિવસે વહેલા ઉઠી સ્નાન કરીને ઘરને સાફ કરી દરવાજા આગળ રંગોળી બનાવવી. પૂજાના સ્થાન પર ગંગાજળ છાંટીને પવિત્ર કરવી જોઈએ અને જો તમારાથી શકય હોય તો ગાયનુ છાણ લગાવવુ જોઈએ. ત્યારબાદ તુલસીના પવિત્ર છોડને જળ અર્પણ કરવુ જોઈએ. ગંગાજળ અને કાચા દૂધને મિશ્રીત કરીને ભગવાન વિષ્ણુ, ગણેશજી અને માતા લક્ષ્‍મીજીને સ્નાન કરાવવું જોઈએ ત્યારબાદ અબીલ, ગુલાલ,ચંદન, ફૂલ, તુલસી પત્ર અને અક્ષત (ચોખા) અર્પણ કરીને ભગવાન સત્યનારણની કથા સાંભળવી અને પૂજામા બેઠેલ લોકોને પ્રસાદ આપીને વડીલના આશિર્વાદ લેવા જોઈએ.

માગશર પૂર્ણિમાના દિવસે શું ના કરવુ જોઈએ

1.આ દિવસે સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરવુ જોઈએ.
2.આ દિવસે દાન-પૂણ્ય અવશ્ય કરવુ જોઈએ.
3.ડુંગળી, લસણ, માંસ,શરાબ જેવા ખોરાકથી દૂર રહેવુ જોઈએ.
4.વ્રત કરનાર જાતકોએ બપોરે ભૂલથી પણ ઊંઘવુ ન જોઈએ.
5.વ્રત કરનાર જાતકોએ શક્ય હોય તો પવિત્ર સ્થળે જઈને સ્નાન કરવુ જોઈએ.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles