fbpx
Saturday, May 18, 2024

તમારા દાંતને સ્વસ્થ રાખવા અને મીઠી સ્મિત મેળવવા માટે આ 4 ફૂડ્સ ખાઓ

આપણા માટે દાંતોની સુરક્ષા ખુબ જ જરૂરી છે નહીં તો ભોજન કરવું પણ મુશ્કેલ થઈ જાય છે. ઘણીવાર આપણી ખુદની લાપરવાહીના કારણે દાંત કમજોર થઈ જાય છે અને સડી જાય છે. આવી સ્થિતિમાં આપણએ ખાવાપીવાનું ખુબ જ ધ્યાન રાખવું પડે છે. ડાયટ મુજબ આપણી હેલ્થ કંડિશન નક્કી થાય છે. ઓરલ હેલ્થ પણ આ વાત પર ડિપેન્ડ કરે છે. 

દાંતને મજબૂત કરવા શું ખાવું?
જો તમે મીઠો અને સ્ટાર્ચયુક્ત ખોરાક ખાઓ તો પ્લેક અને પોલાણ સરળતાથી બની શકે છે. ચાલો જાણીએ કે દાંતના સારા સ્વાસ્થ્ય માટે આપણે શું ખાવું જોઈએ, જેથી આપણું સ્મિત કોઈ બોલીવુડની એક્ટ્રેસ જેવું લાગે. 

બદામઃ
બદામ એક ખુબ જ પૌષ્ટિક આહાર છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમારે તમારા દાંતને હેલ્દી રાખવા છે તો બદામ જરૂર ખાઉં. આ કેલ્શિયમ અને પ્રોટિનનો રિચ સોર્સ છે અને તેમાં સુગરનું પ્રમાણ પણ ન બરાબર છે. 

ગાજરઃ
ગાજરને વિટામિન એ અને ફાઈબરનો રિચ સોર્સ માનવામાં આવે છે. જો તમે કાચું ગાજર ખાવ છો તો મોઢામાં વધુ લાર બનશે. જેનાથી ફૂડનું ડાઈઝેશન સરળ થઈ જાય છે અને સાથે જ પ્લાક બનાવનારા બેક્ટિરિયા પર પણ રોક લગાવી દે છે. જેનાથી દાંતમાં સડો નથી થતો.

દહીંઃ
દહીંમાં કેલ્શિયમ અને પ્રોટીનની ભરપૂર માત્રા છે જે આપણા દાંતો માટે ફાયદાકારક છે. જેનાથી ગુડ બેક્ટિરિયાઝ હોય છે જે જર્મ્સને દૂર રાખવામાં મદદ કરે છે. જેનાથી પ્લાક અને કૈવિટીઝનો ખતરો ઓછો થઈ જાય છે. દહીંની સાથે ખાંડ મેળવીને ક્યારેય ન ખાવ.

લીલા પાંદડાવાળા શાકભાજીઃ
લીલા પાંદડાવાળા શાકભાજી માટે ખૂબ ફાયદાકારકમંદ છે, તેમાં કેલેરી ઓછી છે. સાથે જ વિટામિન્સ અને મિનરલ્સ માત્રામાં મળે છે. જો તમે તમારી ડાયટમાં પાલક જેવી શાકભાજીને એડ કરો. શરીરને તેનાથી કેલ્શિયમ મળશે જેનાથી દાંતોને એનામેલ ફોરમશનમાં મદદ મળશે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles