fbpx
Friday, April 26, 2024

જો તમે શિયાળામાં બીમાર ન થવા માંગતા હોવ તો પીવો આ સૂપ, સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે

ઠંડીની સિઝનમાં ગાજર બજારમાં એકદમ ફ્રેશ મળે છે. આ સિઝનમાં દરેક લોકો ખાસ કરીને ગાજર ખાવા જોઇએ. ગાજર ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. ખાસ કરીને ઠંડીની સિઝનમાં મોટાભાગના લોકો ગાજરનો હલવો બનાવતા હોય છે. આમ, તમને જણાવી દઇએ કે ગાજરનો જ્યૂસ પણ હેલ્થ માટે એટલો જ ફાયદાકારક છે. ગાજરમાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. ગાજરમાં એન્ટી ઓક્સિડન્ટ્સ સારામાં સારું હોય છે. આ સાથે જ ગાજરમાં વિટામીન એ, સી, કે, આયરન, પોટેશિયમ વગેરે જેવા તત્વો હોય છે. આ માટે દરેક લોકોએ ઠંડીની સિઝનમાં ગાજરનું સેવન કરવુ જોઇએ. તો તમે પણ આ રીતે ઘરે ગાજરનો સૂપ બનાવો.

સામગ્રી

200 ગ્રામ ગાજર

એક કટ કરેલી ડુંગળી

3 થી 4 કળી લસણ

એક ટુકડો આદુ

એક નાની ચમચી વેજીટેબલ ઓઇલ

ક્રશ કરેલા લાલ મરચા

સ્વાદાનુંસાર મીઠું

બે મોટા ચમચા ક્રીમ

જરૂર મુજબ પાણી

બનાવવાની રીત

  • ગાજરનો સૂપ બનાવવા માટે સૌ પ્રથમ ગાજરને ધોઇને એને સાફ કરી લો.
  • પછી આ ગાજરના કટકા કરી લો અને એમાં કુકરમાં થોડુ પાણી મુકીને બેથી ત્રણ સીટી વગાડી લો.
  • હવે મિક્સર બાઉલમાં ગાજરને પીસી લો અને પેસ્ટ બનાવી લો.
  • એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે એમાં ડુંગળી, લસણ, આદુને ઝીણું સમારી લો.
  • તેલમાં લસણ, આદુ નાંખીને સાંતળી લો.
  • ઝીણી સમારેલી ડુંગળી નાંખો અને આછા બ્રાઉન રંગની સાંતળી લો.
  • પછી ગાજરની પેસ્ટ નાંખો અને થોડી વાર માટે થવા દો.
  • સૂપ ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દો.
  • હવે આમાં જરૂર મુજબ પાણી નાંખો.
  • સ્વાદાનુંસાર મીઠું નાંખો અને બરાબર મિક્સ કરી લો.
  • એકથી બે મિનિટ માટે ગેસ પર થવા દો અને પછી ગેસ બંધ કરી દો.
  • આ સૂપની ઉપર ક્રીમ, લાલ મરચુ નાંખીને પીરસો.
  • તો તૈયાર છે ગાજરનો સૂપ.
  • ગાજરનો સૂપ તમે ઠંડીમાં પીઓ છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. આ સૂપ પીવાથી શરીરમાં ઇમ્યુનિટી સિસ્ટમ સારી થાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles