fbpx
Thursday, March 23, 2023

આજે તમારી રાશિ પ્રમાણે કરો આ કામ, ભગવાન વિશ્વકર્મા તમને ધંધામાં અપાવશે મોટી સફળતા!

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

આજે મહા સુદ તેરસની તિથિ છે. આ તિથિ ભગવાન વિશ્વકર્માનો પ્રાગટ્ય દિવસ મનાય છે. માન્યતા અનુસાર આ દિવસે સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીના સાતમાં પુત્ર રૂપે વિશ્વકર્મા ભગવાનનો જન્મ થયો હતો. અને એટલે જ આ દિવસ તેમની કૃપાને પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ મનાય છે. ભગવાન વિશ્વકર્માને દુનિયાના પ્રથમ વાસ્તુકાર માનવામાં આવે છે. એટલે જ, દેવ શિલ્પી ભગવાન વિશ્વકર્માના જન્મ દિને શિલ્પકાર, કારીગર અને કોઇપણ મશીનરીના કાર્ય સાથે જોડાયેલા લોકો તેમની પૂજા કરે છે.

સાથે જ પોતાના કાર્યમાં કુશળતા અને ઉન્નતિ મેળવવાના આશીર્વાદ માંગે છે.

રવિ યોગ સાથે વિશ્વકર્મા જયંતી

સૌથી મહત્વની વાત એ છે કે આજે રવિ યોગનો પણ શુભ સંયોગ સર્જાયો છે. આવા શુભ સંયોગમાં ભગવાન વિશ્વકર્માનું પૂજન કરવું સવિશેષ ફળદાયી બની રહેશે. માન્યતા અનુસાર આ દિવસે રાશિ અનુસાર કેટલાક ઉપાયો કરવાથી આપને સવિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે છે. ધંધામાં સફળતાના અને પ્રગતિના આશિષ પણ પ્રાપ્ત થઈ શકે છે. તો આવો જાણીએ કે આજે કઈ રાશિના જાતકો કયુ કાર્ય કરીને પ્રભુની સર્વોત્તમ કૃપાને પ્રાપ્ત કરી શકે છે.

મેષ

વિશ્વકર્મા જયંતીના દિવસને લાભદાયી બનાવવા માટે મેષ રાશિના જાતકો તેમજ જેમનો સ્વામી મંગળ છે તે જાતકો માટે કેસરી રંગ શુભ બની રહેશે. એટલે કે, પૂજા સમયે તેમજ સમગ્ર દિવસ દરમ્યાન કેસરી રંગના વસ્ત્રો ધારણ કરવા જોઇએ.

વૃષભ

વૃષભ રાશિના જાતકોએ વિશ્વકર્માના પાઠનો જાપ કરવો જોઇએ. ત્યારબાદ કુબેરજીની 11 માળાનો જાપ પણ કરવો જોઇએ. તેનાથી તેમને શનિની અઢી વર્ષની પનોતીમાં રાહતની પ્રાપ્તિ થશે.

મિથુન

મિથુન રાશિના જાતકોએ વિશ્વકર્માની પૂજાના દિવસે કુષ્ઠ રોગીઓને પ્રવાહી પદાર્થનું દાન કરવું જોઇએ. તેનાથી તમારા વેપાર-ધંધામાં આવનાર તમામ અવરોધો દૂર થાય છે. તો, વિશ્વકર્માની પૂજા માટે તૈયાર કરવામાં આવતી રંગોળીમાં લીલા રંગનો ઉપયોગ કરવો વધુ લાભદાયી બની રહેશે.

કર્ક

કર્ક રાશિના જાતકોએ ભગવાન વિશ્વકર્માના પૂજન બાદ ગરીબોમાં સફેદ રંગના અનાજનું વિતરણ કરવું જોઇએ. વિશ્વકર્માની પૂજા બાદ ગરીબોને સફેદ રંગના વસ્ત્રોનું દાન કરવું પણ લાભદાયી નીવડશે. તેનાથી આપના પર શિવજીની કૃપા પણ વરસસે.

સિંહ

સિંહ રાશિના જાતકોએ આજે સ્નાન કર્યા બાદ સર્વ પ્રથમ સૂર્ય દેવતાને જળ અર્પણ કરવું જોઈએ. યાદ રાખો, આ જળમાં કંકુ, લાલ રંગનું પુષ્પ તેમજ ગોળ ઉમેરવાનું ન ભૂલવું જોઇએ. આ દિવસે સૂર્યનારાયણને જળ અર્પણ કરવાથી સિંહ રાશિના જાતકોનું જીવન મંગળકારી બનશે.

કન્યા

ક્ન્યા રાશિના જાતકોએ વિશ્વકર્મા ભગવાનની પૂજાના દિવસે કુંવારી કન્યાઓને લાડુનું દાન કરવું જોઇએ. તેનાથી આપના વ્યાપારમાં પ્રગતિના દ્વાર ખુલશે તેમજ વેપાર-ધંધામાં વૃદ્ધિ થશે.

તુલા

તુલા રાશિના જાતકોએ ભગવાન વિશ્વકર્માના 108 નામોનું સ્મરણ કરવું જોઇએ. સાથે જ જાંબલી રંગના વસ્ત્ર ધારણ કરવા જોઇએ. આજના દિવસે વિશ્વકર્માનું પૂજન આપને વિશેષ લાભ પ્રદાન કરશે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકોએ વિશ્વકર્માના પૂજાના દિવસે ગાયને ઘાસચારો નીરવો જોઇએ. તેનાથી વેપાર ધંધામાં વૃદ્ધિના યોગ બને છે. તેની સાથે સાથે તમને વિદેશ સંબંધિત વ્યવસાયમાં પણ લાભની પ્રાપ્તિ થશે. પૂજા દરમ્યાન કળશની આસપાસ લાલ રંગની રંગોળી કરવી.

ધન

ધન રાશિના જાતકોએ આ દિવસે ગરીબોમાં લીલા રંગના અનાજનું દાન કરવું, આજના દિવસે શ્રીગણેશ, મહાદેવ અને માતા પાર્વતીને વસ્ત્ર અર્પણ કરીને પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થશે.

મકર

મકર રાશિના જાતકોએ આજે વિધિ પૂર્વક વિશ્વકર્મા દેવની પૂજા કરવી. સાથે જ ગાયત્રી મંત્રના જાપ કરવા. પૂજા કર્યા બાદ કારખાના કે ફેક્ટરીના દરેક સાધનોની શુદ્ધિ કરતા સમયે ગાયત્રી મંત્રનો જાપ જરૂરથી કરવો જોઈએ.

કુંભ

કુંભ રાશિના જાતકોએ વિશ્વકર્મા જયંતી પર પવિત્ર ગાયત્રી મંત્રના જાપ કરવા જોઇએ. સાથે જ સાધનોની શુદ્ધિ કરવી જોઇએ. તેમજ ભગવાન વિશ્વકર્માને આજે પારિજાતના પુષ્પ અવશ્ય અર્પણ કરવા. તેનાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે.

મીન

મીન રાશિના જાતકોએ ભગવાન વિશ્વકર્માની પૂજા કરવી જોઇએ. સાથે જ નારાયણના આશીર્વાદ પણ મેળવવા જોઇએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles