fbpx
Saturday, April 27, 2024

એક રોટલી તમારી કુંડળીના દોષ દૂર કરશે! આ ઉપાયથી પરેશાનીમાં રાહત મળે છે

વ્યક્તિની કુંડળીમાં રહેલ દોષ તેના જીવનમાં અનેક પ્રકારના વિઘ્નો ઉભા કરે છે. કુંડળીમાં રહેલ ગ્રહદોષના કારણે વ્યક્તિને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ઘરમાં કલેશ રહે છે, તેમજ પ્રગતિમાં સતત અવરોધોને લીધે પરિવારના સભ્યો પણ સતત પરેશાન રહે છે. તમને કદાચ નવાઈ લાગશે પણ તમારા ઘરમાં બનતી એક રોટલી તમને આ સમસ્યાથી ઘણે અંશે રાહત અપાવી શકે છે !

પણ, કેવી રીતે ? આવો, આજે તે વિશે જાણીએ.

ગ્રહદોષ અને રોટલીનો ઉપાય !

જ્યારે આપના જીવનમાં કંઇને કંઇ પરેશાનીઓ ચાલતી જ રહેતી હોય, ઘણાં ઉપાયો કરવા છતાં તેમાંથી બહાર ન નીકળી શકાતું હોય તો તેનો અર્થ એ છે કે આપની કુંડળીમાં ગ્રહ નક્ષત્રોની સ્થિતિ સારી નથી ! આપની કુંડળીમાં કોઇને કોઇ પ્રકારનો દોષ ઉત્પન્ન થયો હોઇ શકે છે. તેના કારણે જ આપે પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આપને જણાવી દઇએ કે આ સમસ્યાઓનું સમાધાન જ્યોતિષ શાસ્ત્રમાં જોવા મળે છે. જેમાંથી જ એક છે રોટલીનો ઉપાય ! માન્યતા અનુસાર રોટલીના સરળ ઉપાયો અજમાવીને તમે તમારી આર્થિક સમસ્યા, ઘરના કલેશ અને પ્રગતિમાં આવતા અવરોધોને દૂર કરવામાં મદદ મેળવી શકો છો !

સમસ્યાથી મુક્તિ અર્થે

જો તમારું જીવન ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલું છે અને તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી, તો રોટલીના નાના ટુકડા કરો અને તેમાં ખાંડ ઉમેરી કીડીઓને નાખો. માન્યતા અનુસાર આ ઉપાય ખૂબ જ ઝડપથી અસર બતાવે છે. અને આપને ખૂબ જ ઝડપથી વિવિધ સમસ્યાઓથી મુક્તિની પ્રાપ્તિ થાય છે.

અટકેલા કાર્યોને પૂર્ણ કરવા

ઘણીવાર આપણી માઠી ગ્રહદશાને કારણે જ આપણને વિવિધ કાર્યોમાં અવરોધોનો સામનો કરવો પડે છે. આપની પ્રગતિ આડેના આ અવરોધોને દૂર કરવા એક ખાસ ઉપાય અજમાવો. રોટલીમાં તુવેર, મસૂર અને અડદ રાખીને તે ગાયને ખવડાવો. માન્યતા અનુસાર આ ઉપાયથી આપની કુંડળીમાં રહેલ ગ્રહ નક્ષત્ર શાંત થાય છે અને તેની સાથે સંકળાયેલ દોષો પણ દૂર થાય છે. આ સિવાય અટકેલા કાર્ય પૂર્ણ થાય તે માટે તમે માછલીઓને પણ રોટલીના ટુકડા ખવડાવી શકો છો.

કલેશથી મુક્તિ અર્થે

જો ઘરમાં વધારે જ કલેશ રહેતો હોય તો નિત્ય જ પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી શ્વાનને ખવડાવવી જોઈએ. જો બની શકે તો ઘરના સભ્યો ભોજન ગ્રહણ કરે તે પહેલા જ ગાયને રોટલી ખવડાવવી જોઈએ. માન્યતા અનુસાર આમ કરવાથી ઘરમાં સુખ અને પ્રેમ વધે છે, તેમજ ઘરમાં શાંતિ અકબંધ રહે છે. આ સિવાય અમાસના દિવસે ચોખાની ખીર કાગડાઓને ખવડાવવાથી પણ લાભની પ્રાપ્તિ થાય છે. અને ઘરના કલેશથી મુક્તિ મળે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles