fbpx
Friday, April 26, 2024

બદલાતી ઋતુમાં આ એક ફળનું સેવન કરો, હંમેશ માટે સ્વસ્થ રહો

ફળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં રહેલા પોષક તત્વો શરીરને બીમારીઓથી બચાવે છે અને શરીરની ફંક્શનિંગને મેન્ટેન કરે છે. હાલના સમયમાં મૌસમ બદલાઈ રહ્યું છે ત્યારે આવા સમયે ઈમ્યૂનિટી મજબૂત કરવા માટે ફળોનું સેવન સૌથી વધારે લાભકારી માનવામાં આવે છે.

તેમાંથી એક ફળ કિવી છે. કીવી વિટામીન સી અને ફાઈબરથી ભરપૂર હોય છે, જે શરીરને કેટલાય લાભ આપે છે. કીવી ફ્રુટ હાર્ટ હેલ્થ, ડાઈજેસ્ટિવ હેલ્થ અને ઈમ્યૂન સિસ્ટમ માટે વરદાનરુપ સાબિત થાય છે. કિવી ફળ વિટામીન અને એન્ટીઓક્સિડેંટ્સથી સમૃદ્ધ હોય છે.

કીવીમાં રહેલા વિટામીન, ફાઈબર અને એન્ટીઓક્સિડેંટ શરીરને કેટલાય લાભ આપી શકે છે. કીવીમાં મળતા ઘુલનશીલ ફાઈબર નિયમિત અને સ્વસ્થ પાચનને ઈંપ્રુવ કરવામાં મદદ કરી શકે છે.

કીવી ફ્રુટમાં મળી આવતા એન્ટીઓક્સિડેંટ વિટામિન અને કેરોટીનોયડની માત્રા નેત્ર રોગને રોકવા અને ઓક્યૂલર હેલ્થને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે. કીવી એક સ્વાદિષ્ટ ફળ છે, પણ અન્ય તમામ ફળની માફક તેમાં નેચરલ શુગરની માત્રા વધારે હોય છે. તેથી કીવી ફ્રુટનું સેવન એક દિવસમાં 140 ગ્રામથી વધારે ન કરવુ જોઈએ.

કીવી ફ્રુટમાં હાઈ બ્લડ પ્રેશર ઓછુ કરનારા ગુણ હોય છે. તે બીપીને મેન્ટેઈન રાખે છે અને વિટામીન સીને વધારવામાં મદદ કરે છે. તેનાથી સ્ટ્રોક અને હાર્ટ ડિઝિઝના જોખમને હળવું કરે છે. કીવીમાં હાઈ લેવલમાં ડાઈટરી ફાઈબર પણ હોય છે. તે ફાઈબર એલડીએલ એટલે કે બૈડ કોલેસ્ટ્રોલને ઓછી કરીને હાર્ટને હેલ્દી બનાવી રાખવામાં મદદ કરે છે.

કીવી ફ્રુટમાં ઉચ્ચ માત્રામાં ફાઈબર હોય છે. આ ફાઈબર અપચો અને અન્ય ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ મુશ્કેલીઓને હળવી કરે છે. જો આપ ગેસ અથવા અપચાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો, તો કીવી ફ્રુટને ડાયટમાં સામેલ કરી શકો છો. માનવામાં આવે છે કે, કીવી ફ્રુટનું સેવન અસ્થમાની બીમારીમાં ખૂબ જ ફાયદો કરાવે છે.

કીવીમાં ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે, જે શરીરના ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. તેને ખાવાથી નબળી ઈમ્યૂનિટીવાળા લોકોની ઈમ્યૂન સિસ્ટમ બૂસ્ટ થઈ જાય છે. આ એન્ટીઓક્સિટડેંટ્સથી ભરપૂર હોય છે. એન્ટીઓક્સિડેંટ્સ શરીરની અંદર ફ્રી રેડિકલ્સને ખતમ કરવા અને ઓક્સિડેંટિવ સ્ટ્રેસને ઘટાડવામાં મદદ કરે છે. આ શરીરને ઈંફ્લેમેશન અને તેનાથી થતી બીમારીથી બચાવે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles