fbpx
Sunday, May 19, 2024

જાણો ક્યારે છે નરસિંહ જયંતિ, ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કરો ખાસ ઉપાય

દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશીની તિથિએ નરસિંહ જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારની ઉપાસના કરવાથી વ્યક્તિના જીવનની દરેક પરેશાનીઓ દૂર થાય છે. તમને જણાવી દઈએ કે, ભગવાન નરસિંહ ભગવાન વિષ્ણુના ચોથા અવતાર હતા. જેમણે હિરણ્યકશ્યપનો વધ કરવા માટે ઘરતી પર અવતાર લીધો હતો.

તો એવામાં તમને જણાવીએ કે નરસિંહ જયંતિ કઈ તારીખે છે અને પૂજાની શુભ મુહૂર્ત અને વિધિ.

ક્યારે છે નરસિંહ જયંતિ

4 મે 2023ના રોજ નરસિંહ જયંતિ ઉજવવામાં આવશે. પુરાણો અનુસાર, વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ભગવાન વિષ્ણુએ નરસિંહના રૂપમાં અવતાર લઇ ધર્મની રક્ષા માટે હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો. ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતારમાં અડધા સિંહ અને અડધા મનુષ્ય તરીકે અવતાર લીધો હતો.

એવું માનવામાં આવે છે કે આ દિવસે શ્રી હરિને કેટલીક વિશેષ વસ્તુઓ અર્પણ કરવાથી ભય, દુઃખ અને શત્રુઓનો નાશ થાય છે. આ સામગ્રીને ચઢાવવાથી વિવિધ લાભો થાય છે. બાળકો પર મુસીબતના વાદળો મંડરાતા નથી.

આ વિધિથી કરો પૂજા

1. નરસિંહ જયંતિના દિવસે સૂર્યોદય પહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.

2. આ પછી ભગવાન નરસિંહ અને માતા લક્ષ્‍મીનું ધ્યાન કરો અને વ્રતનો સંકલ્પ કરો.

3. ભગવાન નરસિંહની પૂજા પૂર્ણ વિધિ સાથે કરો અને પૂજા દરમિયાન તેમના મંત્રોનો જાપ કરો.

4. શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે ભગવાન નરસિંહને લાલ રંગના કપડામાં લપેટીને નારિયેળ અર્પણ કરવાથી શુભ ફળ મળે છે.

5. આ દિવસે ભગવાન નરસિંહને મીઠાઈ, ફળ, ફૂલ અને કુમકુમ અર્પણ કરો.

6. છેલ્લે ભગવાન નરસિંહ સ્તોત્રનો પાઠ કરો અને આરતી કરીને પૂજા પૂર્ણ કરો.

નરસિંહ જયંતિના 6 ઉપાય

ધનની પ્રાપ્તિ – નરસિંહ જયંતિના દિવસે ભગવાન નરસિંહનું સ્મરણ કરીને સાંજની પૂજામાં વિષ્ણુજીને નાગ કેસર અર્પિત કરો. બીજા દિવસે તેને ધન સ્થાન પર રાખો. ધન પ્રાપ્તિ માટે આ ઉપાય અચૂક માનવામાં આવે છે. તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે.

દુશ્મન થશે શાંત – જો દરેક કામમાં શત્રુ રસ્તામાં આવતા હોય અથવા હંમેશા અજાણ્યા દુશ્મનોનો ભય રહેતો હોય તો નરસિંહ જયંતિ પર શ્રી હરિને કાચા દૂધથી અભિષેક કરો. એવું માનવામાં આવે છે કે આનાથી ચારે બાજુથી સફળતા મળશે.

કાલસર્પ દોષઃ– જો તમારી કુંડળીમાં કાલસર્પ દોષના કારણે તમને આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો આ દિવસે નરસિંહ મંદિરમાં જઈને મોરનું પીંછું ચઢાવો. એવું કહેવાય છે કે આનાથી કાલસર્પ દોષ મટે છે.

સ્વાસ્થ્યઃ– ભગવાન નરસિંહ પર ચંદનનું લેપ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય, ભગવાન નરસિંહને ચઢાવેલું ચંદન જો દર્દીના કપાળ પર લગાવવામાં આવે તો સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગે છે.

કાનૂની લડાઈ – જો તમને કોર્ટના કેસોમાં સફળતા ન મળી રહી હોય તો નરસિંહ ચતુર્દશીના દિવસે ભગવાનને પ્રસાદ તરીકે દહીં ચઢાવો. જળ સેવા કરો. એવું કહેવાય છે કે આનાથી તમને કાયદાકીય લડાઈમાં સફળતા મળશે.

પરિવારમાં સુખ-શાંતિ– પરિવારમાં પરેશાનીઓ આવી રહી છે, જો ઘરની સુખ-શાંતિમાં ખલેલ પડી હોય તો નરસિંહ જયંતિ પર સત્તુ અને લોટનું દાન કરો. આ ઉપાય કરવાથી પારિવારિક સમસ્યાઓ દૂર થશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles