fbpx
Sunday, May 19, 2024

નરસિંહ જયંતિ પર ભગવાનને આ વસ્તુઓ અર્પણ કરો, જીવનના તમામ અવરોધો દૂર થશે

આગામી તા. 4 મે ના રોજ નરસિંહ જયંતિ છે. નરસિંહ જયંતિ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ પર મનાવવામાં આવે છે. આ વર્ષે આ તિથિ તા.3 મેના રોજ રાત્રે 11:49 વાગ્યાથી તા.4 મેના રોજ રાત્રે 11:44 વાગ્યા સુધી છે.

નરસિંહને ભગવાન વિષ્ણુનો ક્રોધવતાર છે. તેમના ક્રોધને કારણે ભગવાન નરસિંહનું શરીર સળગતું હોય છે. પરિણામે ભગવાન નરસિંહને ઠંડી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે.

ભક્તોએ યાદ રાખવું કે, અલગ-અલગ વસ્તુઓ ચઢાવવાથી અલગ-અલગ ફળ મળે છે.

નરસિંહ જયંતિના દિવસે ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારની પૂજા કરવાથી ભક્તોના કષ્ટો દૂર થાય છે અને શત્રુઓનો નાશ થાય છે. ત્યારે અહીં ઉન્નાવના જ્યોતિષ પંડિત ઋષિકાંત મિશ્રાએ જણાવેલી ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારની કથા સહિતની માહિતી આપવામાં આવી છે.

પૂજાનો સમય

નરસિંહ જયંતીએ ભગવાન નરસિંહની સાંજે પૂજા કરવામાં આવે છે. આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ ભગવાન નરસિંહની પૂજા કરવાની હોય છે. ભગવાનની પૂજા ફૂલ અને ચંદનથી કરવાથી અનેક ફાયદા થાય છે. આ વખતે પૂજાનો સમય સાંજે 04:18 થી 06:58 વાગ્યા સુધીનો છે. જ્યારે તા.5 મેના રોજ સવારે 05:38 વાગ્યા પારણા થશે.

નરસિંહ અવતારની કથા

હિરણ્યકશ્યપ ભગવાન વિષ્ણુને શત્રુ માનતો હતો. તેણે કઠોર તપ કરીને કોઈ માણસ કે પશુ મારી ન શકે તેવું વરદાન માંગી લીધું હતું. હિરણ્યકશ્યપને ઘરની અંદર કે બહાર અથવા તો જમીન કે આકાશમાં મારી શકાય તેમ નહતો. આ વરદાનના કારણે તે અમર સમાન થઈ ગયો હતો. જેથી તે પોતાને જ ભગવાન માનવા માંડ્યો હતો. તેણે ત્રણેય લોક પર અત્યાચાર કર્યા હતા. તેના આતંકના કારણે દેવતાઓ તેનાથી ડરવા લાગ્યા હતા. આ દરમિયાન દેવતાઓએ ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગી હતી. જેથી ભગવાન વિષ્ણુએ હિરણ્યકશ્યપ પર ક્રોધિત થઈને તેનો નાશ કરવા માટે અવતાર લીધો હતો અને તેનો વધ કર્યો હતો.

નરસિંહ જયંતિ પર કઈ વિધિઓ કરી શકાય

નાગકેસર ચઢાવો

ઘરમાં આર્થિક સ્થિતિ મજબૂત કરવા અને બચત વધારવા માટે ભગવાનના નરસિંહને નાગકેસર અર્પણ કરવું જોઈએ. તેમને અર્પણ કરેલું નાગકેસર પોતાની પાસે રાખી લો અને પૈસા કે ઘરેણા રાખતા હોય તે તિજોરીમાં રાખી દો. આવું કરવાથી પૈસાની તંગી નહીં રહે અને બચત પણ થશે.

મોરપીંછ અર્પણ કરો

કાળ સર્પ દોષથી પીડિત ભક્તો ભગવાન નરસિંહને મોરપીંછ અર્પણ કરી શકે છે. કાળ સર્પ દોષમાં રાહત ન મળતી હોય ત્યારે નરસિંહ જયંતિ પર નરસિંહ મંદિરમાં જઈને મોરપિંછ ચઢાવો આવું કરવાથી રાહત મળશે.

દહીંનો પ્રસાદ

નરસિંહ જયંતિ પર ભગવાન નરસિંહને દહીંનો પ્રસાદ ચઢાવવો પણ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ભગવાન નરસિંહનો ક્રોધ ઓછો થતો હોવાની માન્યતા છે. કોઈ કાયદાકીય તકલીફમાં ફસાયા હોય અથવા તો કોર્ટ કચેરીના ધક્કા થતા હોય તેવી સ્થિતિમાં ભગવાન નરસિંહની પૂજા કરવી જોઈએ અને દહીંનો પ્રસાદ ચઢાવવો જોઈએ.

કાચા દૂધનો અભિષેક

ભગવાન નરસિંહને કાચા દૂધનો અભિષેક કરવાથી જીવનના પડકારો દૂર થાય છે. કોઈ દુશ્મન સતાવી રહ્યો હોય અથવા તો અજાણ્યા દુશ્મનો ડર રહેતો હોય તેવી સ્થિતિમાં ભગવાન નરસિંહને કાચા દૂધનો અભિષેક કરવો જોઈએ. આવું કરવાથી દરેક કામમાં સફળતા પણ મળે છે.

બરફનું પાની ચઢાવો

બરફનું પાણી ચઢાવવાથી ભગવાન નરસિંહનો ક્રોધ ઓછો થાય છે. પરિણામે ભક્તને લાભ થાય છે. ભક્તના જીવનમાંથી સમસ્યાઓ દૂર થાય છે. હરીફથી પરેશાન હોય અથવા તો અજાણ્યા દુશ્મનનો ડર હોય તેવી સ્થિતિમાં આવું કરવું રાહત આપે છે.

ચંદનનો લેપ

ચંદનને ઠંડું માનવામાં આવે છે. તેનો લેપ લગાવવાથી ત્વચા પર ઠંડક મળે છે. જેથી ભગવાન નરસિંહના ક્રોધને પણ ચંદનનો લેપ ઓછી કરી શકે છે. ભક્તને લાંબા સમયથી કોઈ બીમારી સતાવતી હોય તો ચંદનનો લેપ ચઢાવવાથી રાહત મળી શકે છે.

આ મંત્રનો જાપ કરવો

ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम्।

नृसिंहं भीषणं भद्रं मृत्युमृत्युं नमाम्यहम् ।।

એથી – ઓ ક્રોધિત અને બહાદુર મહાવિષ્ણુ, તમારી જ્યોત અને તાપ ચારે બાજુ ફેલાયેલ છે. ઓ નરસિંહદેવ, તમારો ચહેરો સર્વવ્યાપી છે, તમે મૃત્યુના પણ યમ છો અને હું તમારી સમક્ષ આત્મસમર્પણ કરું છું.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles