fbpx
Friday, May 3, 2024

સંકષ્ટી ચતુર્થી પર કરો આ સરળ ગણેશ મંત્રનો જાપ, ભગવાન ગણેશ તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર કરશે!

સર્વ દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ દેવતા માનવામાં આવે છે ભગવાન ગણેશને. ભગવાન ગણેશને સંકટનાશક, વિઘ્નહર્તા, ગજાનન, લંબોદર, ગજાનન, ગણપતિ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. કહે છે કે જે વ્યક્તિ સાચા મનથી શ્રદ્ધા સાથે ભગવાન ગણપતિની પૂજા અર્ચના કરે છે તેના જીવનના દરેક દુઃખ અને સંકટ દૂર થાય છે.

સાથે જ જીવનમાં મંગળનું આગમન થાય છે. જો આપ પણ ગણેશજીને પ્રસન્ન કરવા ઇચ્છતા હોવ તેમની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવા ઇચ્છતા હોવ તો આ ચતુર્થીના દિવસે નીચે જણાવેલ ગણેશ મંત્રોનો જાપ કરો. માન્યતા અનુસાર તેનાથી ભક્તને ચોક્કસપણ વિઘ્નહર્તાની કૃપા પ્રાપ્ત થશે.

હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ દરમ્યાન દરેક મહિનામાં ચોથા આવતી હોય છે. તેમાંથી એક વિનાયક ચોથ અને બીજી સંકષ્ટી ચોથ. કોઇપણ મહિનાના વદ પક્ષમાં આવતી ચતુર્થી તિથિ એ સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખાય છે. અને આ તિથિ પર કરવામાં આવતું શ્રીગણેશનું વ્રત ભક્તોના સઘળા સંતાપોને હરનારું તેમજ મનોરથોની પૂર્તિ કરનારું મનાય છે. આજે 7 જૂન , બુધવારના રોજ આ જ ફળદાયી વ્રત છે. આજે ચંદ્રોદયનો સમય છે રાત્રે 10:57 કલાકે.

ગણેશગાયત્રી મંત્ર

ૐ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો બુદ્ધિ પ્રચોદયાત ।

કહે છે કે ગણેશ ગાયત્રી મંત્રના જાપથી વ્યક્તિના ભાગ્ય આડેના અવરોધો દૂર થાય છે. તેનો ભાગ્યોદય થાય છે અને જીવનમાં સફળતાના તેમજ પ્રગતિના દ્વાર ખૂલી જાય છે. સંકષ્ટીના અવસરે જો 108 વખત આ મંત્રનો જાપ કરવામાં આવે તો તે સવિશેષ લાભપ્રદ બની રહે છે.

સંપત્તિ પ્રાપ્તિ અર્થે

ૐ નમો ગણપતયે કુબેર યેકદ્રિકો ફટ્ સ્વાહા ।

ધનની કામના જીવનમાં ભલાં કોને નથી હોતી ! ગણેશજીનો આ કુબેર મંત્ર ભક્તની એ જ મનશાને પરિપૂર્ણ કરનારો બની રહે છે.

અવરોધનિવારણ અર્થે

એકદંત મહાકાય લંબોદરગજાનનમ્ ।

વિધ્નનાશકરં દેવં હેરમ્બં પ્રણમામ્યહમ્ ।।

કોઈ કાર્યમાં વારંવાર વિઘ્નો ઉભા થઈ રહ્યા હોય કે સફળતા પ્રાપ્તિમાં અવરોધ ઉભા થઈ રહ્યા હોય તો ઉપરોક્ત મંત્રનો જાપ લાભદાયી બની રહેશે.

મનોકામનાપૂર્તિ અર્થે

નમામિ દેવં સકલાર્થદં તં સુવર્ણવર્ણં ભુજગોપવીતમ્ં ।

ગજાનનં ભાસ્કરમેકદન્તં લમ્બોદરં વારિભાવસનં ચ ।।

માન્યતા અનુસાર ઉપરોક્ત મંત્રનો સંકષ્ટીએ 108 વખત જાપ કરવો જોઈએ. શક્ય હોય તો ત્યારબાદ નિત્ય અથવા તો મંગળવારે અચૂક તેનું અનુષ્ઠાન કરવું જોઈએ. કહે છે કે તેનાથી ગજાનન ભક્તને મનોવાંચ્છિત ફળ પ્રદાન કરે છે.

વિઘ્નહરણ અર્થે

વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભઃ ।

નિર્વિધ્ન કુરૂ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ।।

કોઈપણ કાર્ય નિર્વિઘ્ને પાર પડે તે માટે વિઘ્નહર્તાના આ મંત્રનો જાપ કરવામાં આવતો હોય છે. જો આપ કોઈ સમસ્યામાં ફસાયા હોવ તો આ મંત્રનો જાપ કરવો જોઈએ. કહે છે કે તેનાથી પ્રસન્ન થઈ ગણેશજી વિઘ્નોનું શમન કરી ભક્તનું માર્ગદર્શન કરે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles