fbpx
Friday, May 10, 2024

દાંમ્પત્ય જીવનમાં આવતી સમસ્યાઓ દૂર કરવા બુધવારે આ ઉપાય કરો

હિન્દુ ધર્મમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે ગણેશજીની પૂજા કરવાનું ખુબ મહત્વ છે. ભગવાન ગણેશજીની પૂજા કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે અને વિઘ્ન હરતા તમામ કષ્ટો દૂર કરે છે. આ દિવસે વૈવાહિક જીવન સબંધિત સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ઘણા ઉપાય જે લાભકારી છે. બુધવારે કરેલા આ ઉપાય લગ્ન જીવનની સમસ્યામાંથી છુટકારો અપાવશે.

દાંમ્પત્ય જીવનની સમસ્યાઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

બુધવારના દિવસે ગણેશજીની પીતળની પ્રતિમાનું પંચામૃતથી અભિષેક કરો. ગણેશજીના પંચામૃતથી સ્નાન પછી “પત્ની મનોરમા દેહિ મનોવૃત્તવારિણીમ, તારિણી દુર્ગાસંસારસાગરસ્ય કુલોદ્ભવમ” મંત્રનો 11 વખત જાપ કરવો. આવું કરવાથી વિવાહના યોગ બનશે.

– જો તમે લગ્ન માટે તમારો ઇચ્છિત જીવન સાથી ઇચ્છતા હોવ તો બુધવારે પાણીમાં દૂધ, કેસર અને લાલ ફૂલ મિક્સ કરીને શિવલિંગ પર અભિષેક કરો. શિવલિંગ પર અર્પણ કરતી વખતે ઇચ્છિત જીવનસાથીની કામના રાખો. આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે.

હનુમાનજીની પૂજામાં કરો આ ઉપાય

– બુધવારનો દિવસ પ્રેમ વ્યક્ત કરવા માટે પણ શુભ માનવામાં આવે છે. જો તમે કોઈને પ્રપોઝ કરવા માંગો છો તો બુધવારે સફેદ ફૂલ લઈને તેને પ્રપોઝ કરો. આમ કરવાથી તમે પ્રેમમાં સફળ થઈ શકો છો.

– વિવાહિત જીવનમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેને દૂર કરવા માટે સફેદ કાગળ પર લાલ રંગથી કલીં લખીને જીવનસાથીના કપડાના ખિસ્સામાં મૂકી દો. તમે તેને કપડાંના અલમારીમાં પણ રાખી શકો છો. આમ કરવાથી તમારું લગ્ન જીવન માતા ગૌરા અને શિવજીની જેમ સુખી બને છે.

– જો તમે આર્થિક સંકટ દૂર કરવા માંગતા હોવ તો બુધવારે ઘરમાં ધૂમવર્ણી ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરો. ગણેશજીની મૂર્તિની સામે બેસીને ગણેશ ચાલીસાનો પાઠ કરો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles