fbpx
Wednesday, May 1, 2024

સવારે ચાની જગ્યાએ આ હર્બલ ટી પીવો, તણાવ દૂર થશે અને ઘણા ફાયદા મળશે

આપણા દેશમાં મોટાભાગના લોકોની સવાર ચા સાથે જ થાય છે. સવારે ઉઠીને ચા… દિવસમાં કામ કરતી વખતે થાક લાગે તો પણ ચા… ઘણા લોકો તો ચાના એવા બંધાણી હોય છે કે ચા વિના આંખો જ નથી ખુલતી. પણ સવારે સૌથી પહેલા ચા પીવી એટલે કે ખાલી પેટે ચા પીવી સ્વાસ્થ્ય માટે સારી નથી હોતી. આનાથી એસિડીટી થવાની સાથે સ્વાસ્થ્યને બીજા ઘણા નુકસાન પણ થાય છે.

એટલે કે સવારે ચાને બદલે હર્બલ ટી પીવી જોઈએ, જેનાથી સ્ટ્રેસ દૂર થાય છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ પણ મળે છે.

લાંબા સમય સુધી સ્ક્રીનની સામે બેસીને કામ કરવું અને કામના દબાણ વચ્ચે સમય સાથે તાલ મિલાવીને ચાલતા રહેવા માટે ખૂબ જ જરૂરી છે પોતાને સ્વાસ્થ્ય અને ફિટ રાખવામાં આવે. એવામાં ખાવાની સારી આદતો તમને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. તો ચાલો આજે જાણીએ કે એવી જ કેટલીક હર્બલ ટી છે કે જે તમને સ્વસ્થ અને ફિટ રાખવામાં મદદ કરે છે.

કેમોમાઈલ ટી : તણાવપૂર્ણ જીવનમાં જો ચા પીવી જ હોય તો કેમોમાઈલ ટી પીવો. આ હર્બલ ટી ચેતાઓને શાંત કરીને તણાવથી રાહત આપે છે અને તમારા લીવરને ડિટોક્સિફાય કરવામાં પણ મદદરૂપ થાય છે. કેમોમાઈલ ટીનાં સેવનથી પાચન અને ઊંઘની પેટર્ન પણ સુધરે છે. તેના સેવનથી મેટાબોલિઝમ વધે છે, જેનાથી ફિટ રહેવામાં મદદ મળે છે. આ હર્બલ ટી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે, તેથી આ ટીને પોતાની ડાયેટનો ભાગ બનાવો.

વરિયાળીની ચા : જો તમે તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવા માંગો છો, તો તમારા આહારમાં વરિયાળીની ચાનો સમાવેશ કરો. વરિયાળીમાં હાજર એન્ટી-ઇન્ફલેમેટરી પ્રોપર્ટી સ્નાયુઓને આરામ કરવામાં મદદ કરે છે અને ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. ઉનાળામાં આ ચા વધુ ફાયદાકારક છે કારણ કે વરિયાળીની તાસીર ઠંડી હોય છે. જો તમે વજન ઘટાડી રહ્યા હોવ તો પણ આ ચાને તમારી ડાયેટમાં સામેલ કરવું એ એક સારો ઓપ્શન સાબિત થાય છે.

લેમન બામ ટી : ઉનાળામાં લેમન બામ ટીને પણ ડાયેટમાં સામેલ કરી શકો છો. તેના પાન ફુદીના જેવા હોય છે અને તેમાં લીંબુ જેવી હળવી સુગંધ હોય છે. આ એક પ્રકારની ઔષધિ હોય છે, જે ભૂખ વધારવાની સાથે અપચો, બ્લોટિંગ વગેરે જેવી સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે. આ સિવાય આ ચા સ્ટ્રેસ ઓછો કરીને મૂડ સારો કરે છે, એટલે જ ઊંઘ પણ સારી આવે છે.

ફુદીના ટી : સ્ટ્રેસને ઘટાડવા અને પાચનને સુધારવા તમારી ડાયેટમાં ફુદીના ટીને સામેલ કરવી એક એક સારો વિકલ્પ છે. તેના ગુણધર્મો પેટના સ્નાયુઓને આરામ આપે છે, જેથી બ્લોટિંગ, સોજો જેવી સમસ્યાઓથી રાહત મળે છે. ફુદીના ટી પીવાથી તાજગી અનુભવાય છે અને મૂડ સારો કરે છે. જેનાથી માનસિક થાકથી રાહત મળે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles