fbpx
Friday, May 3, 2024

ઉનાળામાં દરરોજ ફાઈબરથી ભરપૂર આ ખોરાક ખાઓ, વજન નિયંત્રણમાં રહેશે અને પેટની સમસ્યા દૂર થશે

શરીરને સ્વસ્થ્ય રાખવા માટે પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર ભોજનનું સેવન જરૂરી હોય છે પરંતુ અહીં અમે તમને જણાવી દઈએ કે શરીર માટે ફાઈબર પણ ખૂબ જ જરૂરી છે અને તેનું સેવન કરવું પણ ખૂબ જ જરૂરી છે. ફાઈબર પેટને સ્વસ્થ્ય રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. આ પાચનને તંદુરસ્ત રાખે છે અને પેટની સમસ્યાને દૂર રાખે છે. ફાઈબર વજન પણ કાબૂમાં રાખે છે.

ફાઈબરના સેવન માટે તમે આખા અનાજ, બીન્સ, ડ્રાય ફ્રૂટ્સ અને ઘણા ફળો અને શાકભાજીનું સેવન કરી શકો છો. ફાઈબર પ્લાન્ટ બેસ્ટ ફૂડ એટલે કે છોડ પર આધારિત ખાદ્ય પદાર્થોમાં મળી આવે છે. ફાઈબર બે પ્રકારના હોય છે. સોલ્યુબલ ફાઈબર અને ઈનસોલ્યુબલ ફાઈબર. અહીં અમે તમને ફાઈબરથી ભરપૂર ફૂડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે.

બેરીઝ

બધા પ્રકારની બેરીઝ જેમ કે બ્લૂબેરી, જાંબુ, રાસબેરી, સ્ટ્રોબેરી અને બ્લેકબેરી ફાઈબર અને એન્ટીઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે. આ પાચનમાં મદદ કરે છે અને કબજીયાત જેવી બીમારીઓને શરીરથી દૂર રાખે છે. તમને રોજ મુઠ્ઠી ભરેને બેરીઝનું સેવન જરૂર કરવું જોઈએ. તમે તેને સલાડ, સ્મૂદી, ઓટ્સ કે કોઈ પણ ડિશમાં મિક્સ કરીને ખાઈ શકો છો.

એવોકાડો

એવોકાડો એક બેસ્ટ ફ્રૂટ છે જે ફાઈબર, હેલ્ધી ફેટ અને વિટામિન-મિનરલ્સથી ભરપૂર હોય છે. એવાકાડો વિટામિન સી, ઈ, કે અને બી6ની સાથે સાથે રાઈબોફ્લેવિન, નિયાસિન, ફોલેટ, પેટોથેનિક એસિડ, મેગ્નેશિયમ અને પોટેશિયમનો પણ સ્ત્રોત છે. એવોકાડોમાં હાજર ફાઈબર ભૂખને દબાવે છે અને વજનને કાબૂમાં રાખે છે. આ પેટના ગુડ બેક્ટોરિયાને પોષણ આપીને પાચનને પણ સારૂ બનાવે છે.

આખા અનાજ

આખા અનાજનું સેવન શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભ પહોંચાડવામાં મદદ કરે છે. ઘઉં, રાગી, જઉં, મક્કાઈ, બ્રાઉન રાઈસ, બ્લેક રાઈસ, બાજરી, ક્વિનોઆ જેવા અનાજમાં ફાઈબર પ્રોટીન, વિટામિન, એન્ટીઓક્સિડેન્ટ્સ, મિનરલ્સ, આયર્ન, ઝીંક, કોપર અને મેગ્નોશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

ડ્રાય ફ્રૂટ્સ

નટ્સને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નટ્સમાં બદામ, પિસ્તા અને અખરોટનું સેવન કરવાથી ફાઈબરની કમીને દૂર કરીને પાચનને મજબૂત અને શરીરને સ્વસ્થ્ય રાખી શકાય છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles