fbpx
Friday, May 17, 2024

તણાવ દૂર કરવા માટે ઉપયોગી થઈ શકે છે આ ટિપ્સ

આજના ઝડપી વિશ્વમાં, મોટાભાગના લોકો કોઈને કોઈ પ્રકારના તણાવનો સામનો કરી રહ્યા છે. તેની પાછળ કામ, સંબંધો, પારિવારિક જવાબદારીઓ જેવા ઘણા કારણો હોઈ શકે છે. લાંબા સમય સુધી તણાવમાં રહેવાથી બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. અનિદ્રા, મૂડ ખરાબ રહેવો, ભૂખ ન લાગવી અથવા તો ઓવરીઈટિંગ એ સૌથી સામાન્ય સમસ્યાઓ છે. તણાવને સમજવો અને તમે તેની સાથે સંઘર્ષ કરી રહ્યા છો તે સ્વીકારવું મહત્ત્વપૂર્ણ છે.

આમ કરવાથી જ તમે તેમાંથી બહાર આવી શકશો. આમાં નિષ્ણાતની મદદ લેવામાં કોઈ નુકસાન નથી, પરંતુ કેટલાક અન્ય ઉપાયો પણ છે, જે તણાવનો સામનો કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

પ્રકૃતિની વચ્ચે સમય પસાર કરો

પ્રકૃતિની વચ્ચે સમય વિતાવવાથી તણાવ દૂર થાય છે. હરવા-ફરવા માટે સમય કાઢો, બાગકામ કરો. આમ કરવાથી તણાવ અને આળસ જેવી સમસ્યાઓથી રાહત મળે છે. તે મનને આરામ આપે છે.

તમારી જાતને સમય આપો

જો તમને પેઈન્ટિંગ, ડાન્સિંગ, મ્યુઝિક, લેખન કે અન્ય કોઈ વસ્તુનો શોખ હોય, તો તમારા વ્યસ્ત શેડ્યૂલમાંથી તેના માટે સમય કાઢો. તણાવ દૂર કરવામાં આ વસ્તુઓ ખૂબ જ ફાયદાકારક છે. તેમજ આવી પ્રવૃત્તિઓ જિજ્ઞાસા વધારવાનું કામ કરે છે. જિજ્ઞાસા તમારા નવીન વિચારોને ઉર્જા આપવાનું કામ કરે છે.

મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો

તણાવમાંથી બહાર આવવા માટે લોકોને મળો. મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવવાથી તણાવ દૂર થઈ શકે છે. તમે ગ્રુપ એક્ટિવિટીમાં સામેલ થઈ શકો છો. સોશિયલ ગેધરીંગથી મૂડ સારો રહે છે.

ગેમ્સ મદદરૂપ થશે

તણાવમાંથી બહાર આવવા માટે, તમે પઝલ, ક્રોસવર્ડ્સ અથવા સ્ટ્રેટેજી ગેમ્સની પણ મદદ લઈ શકો છો. આના બે ફાયદા થશે, પહેલું તે તમારા તણાવને દૂર કરે છે અને બીજું તેનાથી પ્રોબ્લેમ સોલ્વીંગ સ્કિલ ડેવલપ થાય છે.

કસરત કરો

કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિને તમારી દિનચર્યાનો ભાગ બનાવો. તેના માત્ર એક નહીં પણ અનેક ફાયદા છે. કસરત કરવાથી શરીર ફિટ રહે છે, તણાવ દૂર થાય છે અને તમે લાંબા સમય સુધી રોગોથી દૂર રહીને સ્વસ્થ અને સુખી જીવન જીવી શકો છો.

એ યાદ રાખવું અગત્યનું છે કે તણાવ દૂર કરવાની એક જ રીત નથી. તમારા માટે શું કામ કરે છે તે જોવા માટે તમે વિવિધ રીતો અપનાવી શકો છો. તમને શું સારું લાગે છે તે જાણવું મહત્ત્વપૂર્ણ છે. તણાવ દૂર કરવાની યોજના એવી રીતે બનાવો જે તમારી પર્સનાલિટી અને લાઈફસ્ટાઇલને અનુરૂપ હોય.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles