fbpx
Saturday, May 18, 2024

શું ખરેખર દહીં અને ખાંડ ખાવાથી કામ થાય છે? ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક તથ્યો જાણો

દહીં ખાવાથી આસપાસની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ જ કારણ છે કે, માત્ર મોટા જ નહીં પરંતુ નાના બાળકોને પણ તેમની માતાઓ શાળાએ જતા પહેલા અથવા પરીક્ષા માટે જતા પહેલા દહીં અને ખાંડ ખવડાવે છે.

આપણો દેશ પરંપરાઓમાં વિશ્વાસ ધરાવતો દેશ છે. સનાતન ધર્મમાં એવી ઘણી પરંપરાઓ છે. જેને લોકો સદીઓથી માનતા આવ્યા છે. જોકે, મોટાભાગના લોકો તેમની પાછળનું કારણ જાણતા નથી. એ જ રીતે સનાતન ધર્મમાં એવી પરંપરા છે કે, કોઈ પણ શુભ કાર્ય કરવા જતાં પહેલાં દહીં અને સાકર ખાઈને જ બહાર નીકળવું જોઈએ.

આ પરંપરા પહેલાથી ચાલી આવે છે. ઘરની મહિલાઓ ક્યાંય પણ બહાર જતા પહેલા દહીં અને ખાંડ ચોક્કસ ખવડાવે છે. તેની પાછળની ધાર્મિક માન્યતા છે કે, આમ કરવાથી કાર્ય ચોક્કસપણે સફળ થાય છે. જોકે, દહીં અને ખાંડ ખાવાનો વૈજ્ઞાનિક આધાર પણ છે.

પ્રવાસ દરમિયાન દહીં ખાવું એ મિથિલા ક્ષેત્રની વિશેષ પરંપરા છે. સનાતન ધર્મમાં પણ દહીં ખાધા પછી પ્રવાસ કરવો એ શુભ માનવામાં આવે છે. દહીં ખાવાથી શરીરની તાસીર ઠંડી રહે છે અને પેટને લગતા રોગોથી મુક્તિ મળે છે.

મહત્વનું છે કે, સનાતન ધર્મમાં પંચામૃતમાં દહીંનું વિશેષ સ્થાન હોય છે અને દરેક શુભ કાર્યમાં મહત્વ ધરાવે છે. જ્યોતિષમાં કહેવાયું છે કે, દહીંનો સંબંધ ચંદ્ર સાથે છે. ચંદ્રને દહીં ગમે છે. કારણ કે, તે સફેદ હોય છે અને જ્યારે તમે તેનું સેવન કર્યા બાદ ઘરની બહાર જાઓ છો. ત્યારે તમારો આત્મવિશ્વાસ વધે છે.

દહીં ખાવાથી આસપાસના વિસ્તારમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ જ કારણ છે કે, માત્ર મોટા જ નહીં પરંતુ નાના બાળકોને પણ તેમની માતાઓ શાળાએ જતા પહેલા અથવા પરીક્ષા માટે જતા પહેલા દહીં અને ખાંડ ખવડાવવામાં આવે છે. મિથિલાંચલમાં, લગ્ન દરમિયાન દહીંનું આદાન-પ્રદાન વર-કન્યા પક્ષ વચ્ચે કરવામાં આવે છે.

તબીબી ક્ષેત્રે પણ દહીંનું ઘણું મહત્વ છે. તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. દહીં પાચન પ્રક્રિયાને મજબૂત બનાવે છે. જો પોષક તત્વોની વાત કરીએ તો, તેમાં કેલ્શિયમની સાથે વિટામિન B2 અને વિટામિન B12 પણ હોય છે. આ ઉપરાંત દહીંમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ જોવા મળે છે. દહીં અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓ પણ દૂર કરે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles