LOCK UPP Show : કંગના રનૌતના અપકમિંગ કેપ્ટિવ રિયાલિટી શો ‘LOCK UPP’ એ તેના પડકારરૂપ ફોર્મેટથી બધાને ચોંકાવી દીધા છે.કન્ટેન્ટ ક્વીન એકતા આર કપૂર ભારતીય દર્શકો માટે આ નિડર રિયાલિટી શોને 27 ફેબ્રુઆરીથી Alt બાલાજી અને MX પ્લેયર પર વિનામૂલ્યે સ્ટ્રીમ કરવા માટે તૈયાર છે.
હાલ દર્શકો દરેક સ્પર્ધકોના ખુલાસાની રાહ જોઈ રહ્યા છે, તેથી મેકર્સે હવે ‘લોક અપ’ના ચોથા સેલિબ્રિટી સ્પર્ધકની જાહેરાત કરી છે. ટીવી અભિનેત્રી અને મોડલ નિશા રાવલ, ઈન્ટરનેટ સેન્સેશન પૂનમ પાંડે, સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકી સહિત પ્રથમ ત્રણ સ્પર્ધકોના નામની જાહેરાત કર્યા બાદ હવે એ વાતની પુષ્ટિ થઈ છે કે કુસ્તી ચેમ્પિયન બબીતા ફોગાટ આ શોની નવી કેદી છે.
બબીતા ફોગાટે 2019માં રાજકારણમાં એન્ટ્રી કરી હતી
રેસલર બબીતા ફોગાટે 2014 કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા કુસ્તીમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યુ હતુ. આ સિવાય તેણે 2018 કોમનવેલ્થ ગેમ્સ, 2010 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ અને 2012 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને બાદમાં 2019માં રાજકારણમાં એન્ટ્રી કરી હતી. તેની વાસ્તવિક જીવનની કહાની પરથી બોલિવૂડ બ્લોકબસ્ટર ‘દંગલ’ બનાવવામાં આવી હતી,જેને કારણ કે તે લાખો લોકો માટે આઇકોન બની ગઈ છે.
જુઓ બબીતી ફોગટનો પ્રોમો
બબીતા ફોગટ ‘લોક અપ’ને લઈને ખૂબ જ ઉત્સાહિત
આ શેર કરતાં બબીતા ફોગાટે કહ્યું, “હું ‘લોક અપ’ જેવા શોમાં આવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે મેં ક્યારેય એવો શો કર્યો નથી જે 24 કલાક લાઈવ હોય.આ શોથી લોકોને ખબર પડશે કે હું કોણ છું. દર્શકો મને સૌથી પહેલા ફિલ્મ ‘દંગલ’થી ઓળખે છે.તેથી હવે લોકો મારી પસંદ -નાપસંદ અને મારા વાસ્તવિક જીવનમાં હું કેવી છું તે વિશે જાણશે.