હિન્દુ ધર્મમાં ધર્મ, કર્મ, ક્ષમા, દયા, શ્રદ્ધા જેવી બાબતોના ગુઠ રહસ્યો રહેલા છે, ધાર્મિક ગ્રંથો, તંત્રમાં પણ કેટલીક માનવ જીવનના કલ્યાણ બાબતે કેટલીક બાબતો જાણવા મળે છે, તો કેટલાક અનુભવી વિદ્વાનો પાસેથી પણ જાણવા મળે છે, દીપ દાન ની વાત ધાર્મિક ગ્રંથો ઉપરાંત તંત્ર શાસ્ત્ર માથી પણ જાણવા મળે છે.
જુદા જુદા પર્વ અને દેવ હેતુ કરવામાં આવતા દીપ દાનના મહિમા અને દીપાવલી પર્વ પર કરવામાં આવતા દીપ દાન ઉલ્લેખનીય છે, જે યોગ્ય માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે . આસો વદ અગિયારસના દિવસે એક કોડિયામાં ઘીનો દીવો સંધ્યા સમય પછી કમ્પાઉન્ડ, ચોક, ગેલેરીમાં ભગવાન નારાયણના સ્મરણ સાથે પ્રગટાવો અને બે હાથ જોડી પ્રાર્થના કરવાથી જેમના નોકરી, ધંધામા અસ્થિરતા કે ઉતાર ચઢાવની ચિંતા હોય તેમા રાહત મળે છે.

આસો વદ બારશના દિવસે દેવી ભગવતીનું સ્મરણ કરી સાંજે ધીના દિવાનું દીપ દાન ગેલેરી કે ચોકમા, કરવામાં આવે તો માન, સંતોષ વધે છે, આસો વદ તેરસના દિવસે સાંજે એક કોડિયામાં તેલનો ચાર આડીવાટનો દીવો ઘરના મુખ્ય દ્વાર બહાર ( ડ્રોઇંગ રૂમ ) સૌ પ્રથમ દક્ષિણ દિશાની વાટ પ્રગટાવી બાદમાં પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ તેમ પ્રગટાવી બાદમાં પોતાનું મુખ દક્ષિણ દિશામાં રાખી બે હાથ જોડી યમ રાજાને પ્રાર્થના કરવાથી આકસ્મિક સંકટ, દુર્ઘટના, પીડા માંથી મુક્તિ મળે છે. આસો વદ ચૌદશની સાંજે તેલનો દીવો ઘરના આંગણામાં કે ગેલેરી પાસે પ્રગટાવી પિતૃદેવ કે સંકલ્પીત દેવને પ્રાથના કરવાથી તેમની કૃપા અને આશીર્વાદ મળે છે.
આસો વદ અમાસના દિવસે ઘીનો દીવો સાંજે ગેલેરી કે આંગણે પ્રગટાવી લક્ષ્મીજીને પ્રાથના કરવાથી ઘરમાં નાણાંની તંગી વર્તાતી નથી, માતાજીની કૃપા રહે છે . દીપ દાન વખતે કોડોયામાં ઘી કે તેલ કોડિયામાં સમાય તેટલું પૂરું ભરવું, કોડિયાને નાની ડિશમાં થોડા ઘઉ રાખીને મૂકવું અને બાજુમાં એક નંગ સાકાર પણ રાખવી. પછી સવારે તે કોડિયું અને ડિશ લઈ ધોઈ નાખવી અને ઘઉં અને સાકર પક્ષીને ચણ તરીકે બહાર મૂકી દેવા, અથવા નજીકના વિદ્વાન પાસેથી આ અંગે માર્ગદર્શન લઈ લેવું હિતાવહ છે.