fbpx
Saturday, April 27, 2024

તલ વરીયાળીનો મુખવાસ બનાવો એકદમ સરળ રીતે અને ફટાફટ

મુખવાસ એવી વસ્તુ છે જે દરેક ઘરમાં હોય છે અને દરે વ્યક્તિ તેને ખાવાનું પસંદ કરે છે. મુખવાસ આમ તો ઘણા પ્રકારના બજારમાં મળે છે પરંતુ સૌથી વધુ લોકોને ભાવ છે તલ અને વરીયાળીનો મુખવાસ. તો ચાલો આજે તમને જણાવીએ તલ વરીયાળીનો મુખવાસ બનાવવાની સૌથી સરળ રીત

સામગ્રી

1 વાટકી તલ
1 વાટકી વરીયાળી
1 ચમચી હળદર
સ્વાદ અનુસાર મીઠું
અડધી ચમચી સંચળ
1 વાટકી પાણી

રીત

સૌથી પહેલા વરીયાળી અને તલને સાફ કરી એક મોટા બાઉલમાં મીક્સ કરો.

ત્યારબાદ 1 વાટકી પાણીમાં હળદર, મીઠું અને સંચળ ઉમેરી બરાબર મીક્સ કરો. આ પાણીને તલ અને વરીયાળીમાં ઉમેરી દો અને સરસ રીતે બધું મિક્સ કરો. આ સામગ્રીને 5થી 6 કલાક માટે ઢાંકીને રાખી દો. હવે 6 કલાક પછી એક જાડા તળીયાના વાસણમાં મુખવાસને લઈ ધીમા તાપે તેને શેકી લો. શેકાય ગયા બાદ તે ઠંડો થાય એટલે તેને એક બરણીમાં ભરી લો અને જરૂર અનુસાર રોજ ઉપયોગમાં લેવા અલગથી કાઢી લો. આ મુખવાસને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles