fbpx
Friday, April 26, 2024

ચીની મિસાઈલો પલકારામાં જ થશે ખાખ : અમેરિકા બનાવશે શક્તિશાળી લેઝર શસ્ત્ર

અમેરિકા સેના દુનિયાનું સૌથી શક્તિશાળી લેઝર હથિયાર તૈયાર કરી રહી છે. આ 300 કિલોવોટનું આ લેઝર હથિયાર પળભરમાં મીની મિસાઈલોને રાખ કરશે. આવતા વર્ષે આ હથિયારનું પરીક્ષણ કરવામાં આવશે.

આ હથિયારને જનરલ એટમિકલ ઇલેકટ્રો પોમેટિક સિસ્ટમ અને બોઇંગ કંપની મળીને બનાવી રહી છે. આ હથિયાર એક જહાજના ક્નટેનરના આકારનું હશે.

અને વિશાળ ટ્રક પર આ હથિયારને રાખવામાં આવશે. આ અત્યાર સુધીમાં બનાવવામાં આવેલ લેઝર વેપનમાં સૌથી શક્તિશાળી હશે.

જનરલ એટોમિકલના અધ્યક્ષ સ્કાંટ ફોર્ને કહ્યું હતું કે ખૂબ નાનુ, ખુબ જ તાકતવર આ લેઝર અત્યાર સુધી બનાવાયેલા હથિયારોમાં સૌથી ઘાતક છે. અમેરિકી નૌસેનાએ સૌથી પહેલીવાર લોજ નામનું લેઝર વેપન વર્ષ 2014માં બનાવ્યું હતું. તે સમયે તે હથિયારની ક્ષમતા 30 કિલોવોટ હતી. આ લેઝર હથિયારથી ડ્રોન, જેટ, અને હેલિકોપ્ટરને આકાશમાં જ ખાક કરી શકાશે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles