fbpx
Saturday, April 27, 2024

એર કનેક્ટિવિટી / દિવાળી બાદ સુરતથી આ 4 શહેરો વચ્ચે શરૂ થશે વિમાનસેવા, તો અમદાવાદને લઇને પણ કેબિનેટ મંત્રીએ કરી મોટી જાહેરાત

  • અમદાવાદ-ભૂજ વચ્ચે એર કનેક્ટિવીટીને મંજૂરી
  • સુરતથી ભાવનગર, અમરેલી, રાજકોટ અમદાવાદના રૂટને મંજૂરી
  • કેબિનેટ મંત્રી પૂ્ર્ણેશ મોદીએ કરી જાહેરાત

રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓના વિમાની રૂટ શરૂ થશે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જાહેરાત કરી છે કે, દિવાળી બાદ ચાર શહેર સાથે સુરત એર કનેક્ટિવીટીથી જોડાશે.

લોકો હવે સુરતથી મોટા શહેરમાં ફ્લાઇટના માધ્યમથી જઇ શકશે. જેમાં સુરત અને અમદાવાદ વચ્ચે ટૂંક સમયમાં ફ્લાઇટ શરુ થશે. તો સુરત અને રાજકોટ, ભાવનગર અને અમરેલી વચ્ચે પણ ફ્લાઇટ શરુ થશે. આ સાથે અમદાવાદ-ભૂજ વચ્ચે એર કનેક્ટિવીટીને મંજૂરી આપવામાં આવી છે. આગામી દિવસોમાં વિમાનોના નવા રૂટ શરૂ થશે.

સુરત અને ભાવનગરના હીરા ઉદ્યોગકારોને થશે મોટો લાભ

સુરતના હીરા ઉદ્યોગકારો અને ભાવનગરના વતનીઓ દ્વારા સુરતને ભાવનગર સાથે જોડતી વિમાનસેવા શરૂ કરવા આવશે. સુરત-ભાવનગર વચ્ચે વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો સુરત અને ભાવનગરમાં વસતા હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગકારોને આ ફ્લાઇટથી મહત્તમ લાભ મળી શકે તેમ છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles