Diwali 2021: દિવાળી (Diwali) નો તહેવાર વર્ષોથી દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. ધનતેરસથી (Dhanteras) ભાઈબીજ સુધી ચાલતા આ પાંચ દિવસના ઉત્સવનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. કારતક મહિનામાં અમાસના દિવસે ક્ષીર સાગર માંથી દેવી લક્ષ્મીજી પ્રગટ થયા હતા. એટલા માટે આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. આથી લોકો આ દિવસે ઘરોને શણગારે છે અને માતા લક્ષ્મીનું સ્વાગત અને પૂજન કરવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે લક્ષ્મી-વિષ્ણુનાં લગ્ન પણ દિવાળીની રાતે થયાં હતા.
શા માટે દિવાળીને દિવડા વગેરેના પ્રકાશથી ઉજવવામાં આવે છે?
દિવાળી તો અધર્મ અને અસત્યના અંધકાર ઉપર ધર્મ અને સત્યના પ્રકાશનો વિજય છે. અધર્મ અને અહંકારના પ્રતીક સમા રાવણ ઉપર વિજય મેળવીને રામનું અયોધ્યામાં પુનરાગમન થતાં, પ્રજાએ તેમનું સ્વાગત દીવડા પ્રગટાવીને કર્યું. કાલિકાપુરાણ પ્રમાણે આ દિવસે મહાદેવી કાલિકાએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો.
દિવાળી 2021નો શુભ સમય
દિવાળી – 4 નવેમ્બર 2021 (ગુરુવાર)
અમાવસ્યા તિથિનો પ્રારંભ – 4 નવેમ્બર 2021 (ગુરુવાર) સવારે 06:03થી
અમાવસ્યા તિથિનું સમાપન – 5મી નવેમ્બર 2021 (શુક્રવાર) સવારે 02:44 સુધી
દિવાળી 2021ની શુભ તિથિ અને પૂજા મુહૂર્ત
અમાવસ્યા તિથિનો પ્રારંભ – 4 નવેમ્બર 2021 (ગુરુવાર) સવારે 06:03 થી
અમાવસ્યા તિથિનું સમાપન – 5મી નવેમ્બર 2021 (શુક્રવાર) સવારે 02:44 સુધી
લક્ષ્મી પૂજા મુહૂર્ત- સાંજે 6:9 થી 8.20 (નવેમ્બર 14, 2021)
સમયગાળો – 1 કલાક 55 મિનિટ
પ્રદોષ કાલ મુહૂર્ત – સાંજે 5:34 થી 8.10 સુધી
વૃષભ કાલ મુહૂર્ત – સાંજે 6.10 થી 8.06 સુધી

યમુનાને મળ્યું હતું વરદાન
માન્યતાઓ અનુસાર, યમુના ઘણી વાર તેના ભાઈ યમરાજને ઘરે આવવાની અને જમવાની વિનંતી કરે છે, પરંતુ યમરાજ આવી શકતા ન હતા. એકવાર, કારતક શુક્લ પક્ષના બીજા દિવસે, યમરાજ તેના ઘરે પહોંચ્યા, યમુનાએ યમરાજ પાસેથી વચન માંગ્યું કે તે દર વર્ષે આ દિવસે તેના ઘરે આવશે. આ કથા પરથી ભાઈબીજના તહેવારની આ પરંપરા માનવામાં આવે છે.
ગોવર્ધન પૂજા: ઇન્દ્રનો ઘમંડ તૂટયો
ભગવાન શ્રીકૃષ્ણએ ઇન્દ્રની જગ્યાએ ગોવર્ધન પાર્વત (એટલે કે પ્રકૃતિ) ની ઉપાસના શરૂ કરતાં રોષે ભરાયેલા, ઇન્દ્રએ એટલો વરસાદ વરસાવ્યો કે વિનાશ થયો. શ્રી કૃષ્ણએ ત્યારબાદ ઇન્દ્રનું અભિમાન તોડવા માટે ગોવર્ધન પર્વતને આંગળી પર ઉંચકીને ગોકુળવાસીઓની રક્ષા કરી. ત્યારથી, કારતક માસના શુક્લ પક્ષની પ્રતિપદાને ગોવર્ધન પૂજનની પ્રથા મળી.
પાંડવો દિવાળી પર પરત ફર્યા
મહાભારત મુજબ, જ્યારે ચોસર કૌરવો અને પાંડવો વચ્ચે રમાયો, ત્યારે પાંડવોએ તેમાં બધું ગુમાવ્યું. પછી પાંડવોને દેશનિકાલ અને અજ્ઞાતવાસ માંથી પસાર થવું પડ્યું. પાંડવો દિવાળીના દિવસે દેશનિકાલ અને વનવાસનો સમયગાળો પૂરો થયા પછી જ પાછા ફર્યા. તેમના પરત ફરવાની ખુશીમાં, નગરજનોએ દીપ પ્રગટાવી ઉત્સવની ઉજવણી કરી હતી એવી માન્યતા છે.