fbpx
Tuesday, March 28, 2023

જતા જતા ‘શાસ્ત્રી’એ કર્યો મોટો ધડાકો, જણાવ્યું ‘World Cup’ હારનું કારણ

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

કોચ રવિ શાસ્ત્રીએ વર્લ્ડકપમાં હારનું કારણ જણાવ્યુંIPLને ગણાવી વર્લ્ડકપ હારનું કારણબાયો બબલમાં રહેવું પણ ખેલાડીઓ માટે મુશ્કેલીભર્યું

રવિ શાસ્ત્રી છેલ્લી વખત કોચ તરીકે મેદાનમાં ઉતરી રહ્યા છે. T20 વર્લ્ડ કપની મેચમાં ભારત અને નામિબિયાની મેચ તેની કોચ તરીકે છેલ્લી મેચ છે.

જોકે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ખરાબ પ્રદર્શન પર કોચ શાસ્ત્રીએ પહેલીવાર વાત કરી. તેણે કહ્યું કે છેલ્લા છ મહિનાથી બાયો બબલમાં હોવાને કારણે અને IPL 2021 અને T20 વર્લ્ડ કપમાં વધુ અંતર ન હોવાને કારણે ટીમના પ્રદર્શનમાં ફરક પડ્યો છે. ટીમ 2012 બાદ પ્રથમ વખત ટી-20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી શકી નથી.

રવિ શાસ્ત્રીએ કહ્યું કે- 6 મહિના સુધી બાયો બબલમાં રહેવું સરળ નથી. પેટ્રોલ નાખીને ખેલાડીઓને ભગાડી ન શકાય. ICC સિવાય તમામ બોર્ડે કોરોના વિશે વિચારવું પડશે. ખેલાડીઓ માનસિક રીતે પ્રભાવિત થયા છે.’ તેણે કહ્યું કે જો આ માટે પગલાં લેવામાં નહીં આવે તો ખેલાડીઓ પોતે રમવાની ના પાડી શકે છે. હું ટીમના પ્રદર્શનથી નિરાશ નથી.

રવિ શાસ્ત્રીએ કહ્યું કે આ એ જ ટીમ છે જેણે છેલ્લા 5 વર્ષમાં દુનિયાના દરેક ખૂણે જીત મેળવી છે. પોતાના કોચિંગની મોટી ઉપલબ્ધિઓ પર તેણે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં બે વખત ટેસ્ટ સિરીઝ જીતવી અને ઈંગ્લેન્ડમાં લીડ મેળવવી ખૂબ જ સારી વાત છે. ઓસ્ટ્રેલિયામાં 70 વર્ષમાં આવું કોઈ કરી શક્યું નથી. તે જાણીતું છે કે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં છેલ્લી બે ટેસ્ટ શ્રેણી જીતી છે. જ્યારે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં ટીમ 2-1ની લીડ લેવામાં સફળ રહી હતી.

રવિ શાસ્ત્રીએ કહ્યું કે ટીમે ટેસ્ટ સિવાય મર્યાદિત ઓવરની ક્રિકેટમાં શાનદાર રમત દેખાડી. ટીમે વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડમાં જીત મેળવી હતી. તેણે કહ્યું કે કોચ તરીકે હું કંઈક વિચાર સાથે આવ્યો હતો. તેનાથી વધુ હાંસલ કર્યું. એટલું જ નહીં તેણે પૂરી ઈમાનદારીથી કામ કર્યું. જોકે શાસ્ત્રીના કોચિંગમાં ટીમ ICC ટ્રોફી જીતી શકી ન હતી. રાહુલ દ્રવિડને ટીમના નવા કોચ બનાવવામાં આવ્યા છે. તેનું કામ 17 નવેમ્બરથી ન્યુઝીલેન્ડ સામેની સીરીઝથી શરૂ થશે

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles