fbpx
Saturday, April 1, 2023

સલામ / VIDEO: ભૂલથી ખેલાડીના બેટ પર પગ મૂકાઈ જતાં ઋષભ પંતે કર્યું એવું કે કરોડો ચાહકોનાં દિલ જીત્યા

- Advertisement -
  • ભારત નામીબિયાની મેચનો વીડિયો વાયરલ
  • બેટ પર પગ લાગી જતાં પંતે જે કર્યું તે જોઈ લોકોએ કર્યું સલામ
  • નામીબિયા સામે ભારતની ભવ્ય જીત, વર્લ્ડકપનો સફર પૂરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -

ભારત T 20 વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયું છે, ગઇકાલે નામીબિયા સામે છેલ્લી મેચ રમાઈ જેમા ધમાકેદાર જીત થઈ હતી.

આ વર્લ્ડ કપમાં ભારત સેમીફાઇનલ સુધી પણ ન જઈ શક્યું ત્યારે ગઇકાલની મેચમાં એક એવી ઘટના બની જેણે ક્રિકેટની દુનિયામાં ઘણા બધા લોકોનું દિલ જીતી લીધું હતું.

શું છે ઘટના
નામીબિયાનું લક્ષ્‍ય ભારતે માત્ર એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું ત્યારે મેચમા ઋષભ પંતને બેટિંગ કરવાનો મોકો તો ન મળ્યો પણ ફિલ્ડિંગમાં જ એવું કામ કર્યું કે ચાહકો તેમની ખૂબ સરાહના કરી રહ્યા છે.

વીડિયો થયો વાયરલ, પંતે લોકોનું દિલ જીત્યું
સોશ્યલ મીડિયામાં પંતનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમા નામીબિયાનાં બેટર નિકોલ ઈટને એક રન પૂરો કરવા માટે છલાંગ લગાવી અને તેમના બેટ પર પંતે ભૂલથી પગ મૂકી દીધો, પંત ઈટનને આઉટ કરવા માટે સ્ટંપની બાજુમાં જ ઊભો હતો, પગ લાગી જવાથી પંતે જાણી ક્ષમા માંગતો હોય તેમ મંદિરનાં પગથિયાંને પગે લાગતાં હોય તેમ જ બેટને પણ પગે લાગ્યો. પંતનાં આ સ્વભાવથી જાણી શકાય છે કે ક્રિકેટમાં ભારતીય બેટ્સમેનો પોતાના સંસ્કાર ભૂલતા નથી અને બેટ આપણાં ખેલાડીઓ માટે કેટલી પવિત્ર વસ્તુ છે.

ભારતે છેલ્લી મેચમા ધમાકેદાર પરફોર્મન્સ કર્યું
જો મેચની વાત કરીએ તો નામિબિયાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા. ભારતે 15.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને જીતનો લક્ષ્‍યાંક હાંસલ કરી લીધો હતો. રોહિત શર્માએ 56 રનની શાનદાર ઇનિંગ રમી અને કેએલ રાહુલ સાથે પ્રથમ વિકેટ માટે 86 રનની ભાગીદારી પણ કરી. રાહુલે વિજયી બાઉન્ડ્રી ફટકારી અને 36 બોલમાં 54 રન બનાવીને અણનમ પરત ફર્યો. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ પણ 3-3 વિકેટ ઝડપી હતી. જાડેજાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles