fbpx
Friday, April 26, 2024

અંતિમ ક્ષણો / VIDEO: વિદાઈ પહેલા રવિ શાસ્ત્રીએ આપ્યો 70 સેકન્ડનો ઈમોશનલ સંદેશ, આખી ટીમ ઈન્ડિયા થઈ ગઈ ગમગીન

  • રવિ શાસ્ત્રીએ તેમના પદ પરથી વિદાય લીધી
  • ડ્રેસીંગ રૂમમાં ખેલાડીઓ સાથે કરી વાતચીત
  • BCCIએ ડ્રેસીંગ રૂમનો વીડિયો સોશિયલ મીડિયા પર કર્યો અપલોડ

ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે હવે રવિ શાસ્ત્રી વિદાય લઈ રહ્યા છે.

જેથી તેમની વિદાયને લઈને ટીમના પ્લેયરોમાં પણ ઉદાસી જોવા મળી છે. તાજેતરમાંજ ટીમના ખેલાડીઓ ડ્રેસીંગ રૂમમાં તેમને ગળે મળતા જોવા મળ્યા હતા. સાથેજ બોલીંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડીંગ ચોર આર. શ્રીધર પણ ગળે મળતા જોવા મળ્યા હતા.

ખેલાડીઓ ઉદાસ જોવા મળ્યા

રવિ શાસ્ત્રીની સાથે અન્ય બે કોચનો કાર્યકાળ પણ પૂર્ણ થવા થઈ રહ્યો છે. જે ડ્રેસીંગ રૂમમાં ખેલાડીઓ મોજમાં જોવા મળતા હતા ત્યા તેઓ ઉદાસ જોવા મળ્યા હતા. જોરે રવિ શાસ્ત્રીએ એમનેમ વિદાય નથી લીધી પરંતુ તેમણે ખેલાડીઓને 70 સેકેન્ડનો સંદેશો પણ આપ્યો હતો.

પ્લેયર્સને યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું

તેમણે 70 સેકેન્ડ માટે જે વાત કરી તેમા તેમણે ટીમની સફળતાઓને ગણાવી, તે માહોલ યાદ અપાવ્યો જેમા ભારતીય ટીમના ખેલાડીઓએ સફળતા હાસલ કરી હતી. તે ટીમો વીશે પણ કહ્યું જેમની સામે ભારત પહેલા ક્યારેય પણ જીત્યું ન હતું. રવિ શાસ્ત્રીએ જતા જતા દરેક પ્લેયરને એવો સંદેશો આપ્યો કે એ ન જુઓ કે તમે શુ મેળવ્યું છે. પરંતુ એ જુઓ કે કઈ કઈ સ્થિતીમાં તમે શું શું મેળવ્યું છે.

BCCIએ વીડિયો અપલોડ કર્યો

70 સેકેન્ડની સ્પીચમાં રવિશાસ્ત્રીએ કહ્યું કરે વર્લ્ડ કપ ન જીતી શક્યા તેનું દુખ તો રહેશે. પરંતુ સાથેજ તેમણે એવું પણ કહ્યું કે ટીમ પર તેમને પુરો ભરોસો છે. ખેલાડીઓ અનુભવથી શીખશે અને બાજી મારશે. ડ્રેસીંગ રૂમમાં રવિ શાસ્ત્રીના પેરવેલનો વીડિયો BCCIએ પણ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે.

જતા જતા સપોર્ટ સ્ટાફ સાથે પણ મુલાકાત લીધી

ઉલ્લેખનીય છે કે BCCI દ્વારા જે વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેમા રવી શાસ્ત્રી ભારતીય ખેલાડીઓને તે વાત કહી રહ્યા છે. જે વાત તેઓ ખેલાડીઓને કહેવા માગતા હતા. બાદમાં તેમણે ખેલાડીઓને તેમજ બાકી સપોર્ટ સ્ટાફ સાથે પણ મુલાકાત લીધી હતી.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles