fbpx
Saturday, April 27, 2024

BIG NEWS / WHOની મંજૂરી બાદ Covaxinએ કરી વધુ એક પરીક્ષા પાસ, કોરોના સામે સ્વદેશી વેક્સિન આટલા ટકા અસરકારક

કોરોના વાયરસ સામે રસી સૌથી મોટું હથિયાર માનવામાં આવે છે અને હાલમાં ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. વિશ્વની પ્રખ્યાત મેડિકલ જર્નલ ‘લેન્સેટ’ એ ભારતમાં બનેલી આ સ્વદેશી રસી કોવેક્સિન(Covaxin)ની અસરકારકતા અને સલામત હોવા પર મહોર લગાવી છે, અને જર્નલમાં Covaxinના ત્રીજા તબક્કાના ટ્રાયલનો પીઅર રિવ્યુ છાપવામાં આવ્યો છે.

કોરોના સામે Covaxin કેટલી અસરકારક?

કોવેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલના લાંસેટમાં પ્રકાશિત પિયર રિવ્યુ ડેટા અનુસાર, આ સ્વદેશી રસી કોરોના સામે અસરકારક છે. 77.8 ટકા જ અસરકારક છે. આ સાથે આ વેક્સિન કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ સામે 65.2 ટકા અસરકારક છે. આ સિવાય કોરોનાના ગંભીર સંક્રમણ પર કોવેક્સીન 93.4 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. લાંસેટમાં પ્રકાશિત કોવેક્સિનના પિયર રિવ્યુ ડેટા અનુસાર 18થી 59 વર્ષના લોકો પર 79.4 ટકા અસરકારક છે, જ્યારે કોવેક્સિન 60 વર્ષથી વધુ ઉંમરના લોકો પર 67.8 ટકા અસરકારક છે.

શું કોવેક્સિન સંપૂર્ણપણે સલામત છે?

લાંસેટએ એક નિવેદનમાં જણાવ્યું કે, ‘કોવેક્સિનના બંને ડોઝ આપ્યાના બે અઠવાડિયા પછી રસીએ મજબૂત એન્ટિબોડી ઉત્પન્ન કરે છે.
મેડિકલ જર્નલે કહ્યું કે, નવેમ્બર 2020 થી મે 2021 વચ્ચે ભારતમાં 18-97 વર્ષની વય જૂથના 24419 વોલંટિયર્સનો સામેલ કરવાવાળા
રસીના ટ્રાયલ દરમિયાન રસી સંબંધિત મૃત્યુ અથવા કોઈ પણ ગંભીર પ્રતિકૂળ ઘટનાઓ નોંધવામાં આવી ન હોતી.

ભારત બાયોટેકે કર્યુ છે વેક્સિનનું નિર્માણ

તમને જણાવી દઈએ કે, હૈદરાબાદ સ્થિત ફાર્માસ્યુટિકલ ફર્મ ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સહયોગથી કોરોના વેક્સીન કોવેક્સિન બનાવવામાં આવી છે.

તાજેતરમાં જ ડબ્લ્યુએચઓએ રસીને મંજૂરી આપી

આ મહિનાની શરૂઆતમાં, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ભારતીય વેક્સિન Covaxin ને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. ડબ્લ્યુએચઓ તરફથી મંજૂરી મળ્યા પછી, કોવેક્સીનનો ડોઝ લેનારા ભારતીયો માટે આંતરરાષ્ટ્રીય મુસાફરી સરળ બનશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે 96 દેશોએ WHO દ્વારા મંજૂર કરાયેલી રસીઓને કાં તો મંજૂર કરી છે અથવા કેટલાક દેશોએ માત્ર કોવિશિલ્ડ અથવા કોવેક્સિનને મંજૂરી આપી છે. WHO એ Covishield અને Covaccine બંને રસીઓને મંજૂરી આપી છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles