fbpx
Saturday, April 1, 2023

Sooryavanshi Review: થિયેટરમાં ધમાકેદાર એક્શન, બોલિવૂડ ચાહકો માટે અક્ષય કુમારની આ ફિલ્મ ‘પરફેક્ટ દિવાળી ગિફ્ટ’

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

સ્ટાર કાસ્ટ : અક્ષય કુમાર (Akshay Kumar), કેટરીના કૈફ (Katrina Kaif), રણવીર સિંહ (Ranveer Singh), અજય દેવગણ (Ajay Devgn)

ડાયરેક્ટરઃ રોહિત શેટ્ટી

રેટિંગ – 4

હંમેશા પોતાના ગામના ગુંડાઓ અને દેશના ખલનાયકોની સાથે પંગા લેવા વાળા રોહિત શેટ્ટી (Rohit Shetty)ની પોલીસ ફિલ્મ ‘સૂર્યવંશી’ (Sooryavanshi) માં સીધા આતંકવાદીઓ સાથે મુકાબલા કરતા જોવા મળે છે.

થિયેટરોમાં દિવાળીના ધમાકાની રાહ જોઈ રહેલા દર્શકોને આ ફિલ્મ જરાય નિરાશ કરતી નથી. એક્શન, કોમેડી અને ઈમોશનથી ભરપૂર આ ફિલ્મ મનોરંજનનું સંપૂર્ણ પેકેજ છે.

વાર્તા

થિયેટરમાં ફિલ્મ ‘સૂર્યવંશી’ને મળેલી તાળીઓ અને કેટલાક દ્રશ્યોમાં દર્શકોના મોંમાંથી નીકળતી વાહવાહી, એ વાતનો પુરાવો છે કે ફિલ્મ ‘સુપરહિટ’ થવાના માર્ગે છે. 1993ના બોમ્બ બ્લાસ્ટથી લઈને એટીએસની સફર અંત સુધી દર્શકોને પોતાની સાથે રાખે છે.

હંમેશની જેમ આ ફિલ્મમાં પણ અક્ષય કુમારે શાનદાર પરફોર્મન્સ આપ્યું છે. અક્ષય કુમારે કાર, બાઇક અને હેલિકોપ્ટર સાથે સ્ટંટ કર્યા છે અને રોહિત શેટ્ટીનું ડાયરેક્શન મોટા પડદા પર ખૂબ જ મજબૂત લાગે છે. અભિનેત્રી કેટરિના કૈફ (Katrina Kaif) આ ફિલ્મમાં અક્ષય કુમારની પત્ની ડૉક્ટર રિયાનો રોલ કરી રહી છે. તેની ‘ટિપ ટીપ બરસા પાની’ દર્શકો માટે એક મોટું સરપ્રાઈઝ છે.

અક્ષય કુમારની સાથે કેટરિના કૈફ, ગુલશન ગ્રોવર (Gulshan Grover), નિહારિકા રાયઝાદા (Niharica Raizada), જાવેદ જાફરી (Jaaved Jaaferi), જેકી શ્રોફ (Jackie Shroff ), સિકંદર ખેર (Sikandar Kher ), નિકિતિન ધીર (Nikitin Dheer), વિવાન ભટેના (Vivan Bhatena), કુમુદ મિશ્રા (Kumud Mishra), મૃણાલ જૈન (Mrunal Jain), રાજેન્દ્ર ગુપ્તા (Rajendra Gupta)ની મહત્વની ભૂમિકા છે.

ફિલ્મના સેકન્ડ હાફમાં અજય દેવગણ અને રણવીર સિંહની ધમાકેદાર એન્ટ્રી ફિલ્મને વધુ મનોરંજક બનાવે છે. બાજીરાવ સિંઘમ અને સંગ્રામ ભાલેરાવ અને વીર સૂર્યવંશીની કેમેસ્ટ્રી વીર (અક્ષય કુમાર) અને રિયા (કેટરિના કૈફ)ની કેમેસ્ટ્રી કરતાં પણ વધુ રસપ્રદ છે. આ ત્રણેયનું એકસાથે આવવું ફિલ્મને ‘પરફેક્ટ ક્લાઈમેક્સ’ આપે છે.

શા માટે જુઓ

આ મૂવીમાં તે બધું છે જે મસાલા ફિલ્મમાં હોવું જોઈએ. 2 વર્ષથી થિયેટરમાં જવાની રાહ જોઈ રહેલા દર્શકો આ ફિલ્મને બિલકુલ મિસ કરવા માંગતા નથી. સ્ટાઇલિશ એલિમેન્ટ્સ, મોટા સ્ટન્ટ્સ, મોટા સુપરસ્ટાર્સ સાથે ફિલ્મ કરી ચૂકેલા રોહિત શેટ્ટીએ મુંબઈ પોલીસના કેટલાક પાસાઓ, તેમનું જીવન અને તેમનું વલણ એટલું સુંદર રીતે બતાવ્યું છે જેટલું બીજું કોઈ બતાવી શકતું નથી. આ ફિલ્મમાં હિન્દુ મુસ્લિમ એકતા દર્શાવતા કેટલાક દ્રશ્યો હૃદય સ્પર્શી છે. એટલું જ નહીં, પાકિસ્તાન સાથે જોડાયેલા કેટલાક ડાયલોગ્સ પણ દર્શકોને થોડા દિવસો સુધી યાદ રહેશે.

શા માટે ન જુઓ

જો તમને બોલિવૂડની મસાલા ફિલ્મો જોવાનું પસંદ ન હોય તો આ ફિલ્મ ન જોવી. બાકીના દર્શકો આ ફિલ્મ ચોક્કસ જોઈ શકશે.

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles