fbpx
Saturday, April 27, 2024

અમદાવાદ સહિત ગુજરાતભરમાં માસ્ક વગર ફરતા લોકો થઈ જાઓ સાવધાન, કડક કાર્યવાહી શરૂ

ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે દિનપ્રતિદિન કેસ વધી રહ્યા છે. અમદાવાદમાં માસ્ક વગર ઘરની બહાર નીકળતા તમામ લોકો હવે સાવધાન થઈ જજો, અને જો ઘર બહાર માસ્ક વગર નીકળ્યા તો દંડના નામે ભારે રકમ ચુકવવા પણ તૈયાર રહેજો. કારણ કે અમદાવાદ પોલીસે ફરી એક વખત માસ્ક વગર ફરતા લોકો સામે કડકાઈ ભર્યુ વર્તન શરૂ કર્યું છે.

અમદાવાદમાં જ્યારથી કોરોના કેસની સ્થિતિ કાબૂમાં હતી, ત્યારથી અમદાવાદીઓએ માસ્ક પહેરવાનું છોડી દીધું હતું. પરંતુ હવે ચાલશે નહીં. જે કોઈ પણ લોકો માસ્ક વગર ઘરની બહાર નીકળશે અને પોલીસના હાથે પકડાશો તો દંડનીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. અમદાવાદ પોલીસે વગર માસ્કે ફરતા નાગરિકોને સમજાવવાનું યોગ્ય સમજી પોલીસે માસ્ક વિતરણ કર્યું અને માસ્ક પહેરવું જરૂરી હોવાનું પણ સમજાવ્યુ. તેમ છતાં કેટલાક નાગરિકો હવે પોલીસ સાથે તકરાર પર ઉતરી અને દલીલો કરતા નજરે પડ્યા છે. જેને પગલે પોલીસે ક્યાંક દંડાત્મક કાર્યવાહીની પણ શરૂઆત કરી છે.

અમદાવાદ શહેર પોલીસે અનેક મોટા જંકશન ઉપર પોલીસ પોઈન્ટ ગોઠવીને વગર માસ્કે ફરતા લોકોને અટકાવી પ્રથમ તબક્કે સમજાવટ અને ત્યારબાદ દંડાત્મક કાર્યવાહીથી લોકોને ફરજીયાત માસ્ક પહેરવાનું બીડું ઝડપ્યું છે. બે વર્ષ બાદ તહેવારોની હર્ષોલ્લાસભેર ઉજવણી કરતા નાગરિકો કોરોના રાજ્યમાં હોવાનું ભૂલી ચૂક્યા હતા. માસ્ક્ક પહેરવાનું તો બંધ કરી દીધું હોય તેઓ શહેરમાં વાતાવરણ ઊભું થયું હતું. એક કારણ એ પણ હતું કે પોલીસે પણ દંડનીય કાર્યવાહી કે માસ્ક્કના મેમો આપવાનું બંધ કર્યું હતું.

જોકે ફરી એક વખત પોલીસ વિભાગને મૌખિક સૂચના કરવામાં આવ્યું છે કે માસ્ક નહીં પહેરનાર વ્યક્તિઓ સામે લાલ આંખ કરવામાં આવે અને રસ્તે અવરજવર કરતા વ્યક્તિઓને ફરજિયાત માસ્ક્ક માટે સમજાવવામાં આવે. આમ નહી કરના વ્યક્તિઓને આવે રૂપિયા ₹1000નો દંડ કરવાની તૈયારી રાખવી પડશે. ઉલ્લેખનીય છે કે કોરોના હળવો થયો છે જેને પગલે લોકો માસ્ક પહેરવાનું ભૂલી ગયા હોય તેમ બિન્દાસ જોવા મળી રહ્યા છે. તહેવારો હોવાનાં કારણે પોલીસ પણ આંખ આડા કાન કરીને લોકોની તહેવારની મજા ન બગડે તેમ ચલાવી રહી હતી. જો કે કોરોના કેસોની સંખ્યા અમદાવાદમાં વધે નહીં તે માટે પોલીસે નવતર પ્રયાસ હાથ ધરી લોકોને માસ્ક્ક પહેરાવવાની કામગીરી શરૂ કરી છે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોના કેસ વધતા ફરી તંત્રની ઊંઘ ઊડી ગઈ છે. તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા ગયા હતા. જેથી હવે કોરોનાના કેસમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે બહારથી આવતા લોકો પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે. ત્યારે કોરોનાના વધતા કેસ (corona case) ગુજરાત માટે ખતરાસમાન છે. કારણ કે, કોરોનામાં જોવા મળેલા જુદા જુદા વેરિયન્ટમાંથી એક કપ્પા વેરિયન્ટ (kappa variant) ના પણ દર્દીઓ રાજ્યમાંથી મળી આવ્યા છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles