fbpx
Saturday, April 1, 2023

ખેડુતે છાણ ઉપાડવા લગાવ્યુ ગજબનુ દિમાગ, આ દેશી જુગાડ જોઈને લોકોની આંખો ચાર થઈ!

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

સોશિયલ મીડિયાની દુનિયામાં અવારનવાર જુગાડ સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જુગાડથી કોઈ પણ કઠિન કામ સરળતાથી પાર પાડી શકાય છે. કેટલાક અનોખા જુગાડ જોઈને લોકો પણ ચોંકી જાય છે. તાજેતરમાં આવો જ એક દેશી જુગાડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક ખેડુતે હાથ લગાવ્યા વિના છાણ ઉપાડવા જે ટ્રીક અપનાવી છે.તે જોઈને તમે પણ દંગ રહી જશો.

છાણ ઉપાડવા ખેડુતે લગાવ્યો જુગાડ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ખેડૂતે ગજબનુ દિમાગ લગાવ્યો છે. સામાન્ય રીતે ખેડૂતે પોતાની ગાય અને ભેંસનું છાણ સાફ કરવું હોય ત્યારે તેના હાથ બગડી જાય છે. કારણ કે આ છાણ હાથથી ઉપાડવુ પડે છે, પરંતુ એક ખેડૂતે તેનો જુગાડ(Jugaad) શોધી કાઢ્યો છે. હવે હાથ લગાવ્યા વિના પશુઓનુ છાણ ઉપાડી શકાય છે. ખેડૂતે એક એવું મશીન તૈયાર કર્યું છે, જેમાં હાથ લગાવ્યા વિના છાણને ઉપાડી શકાય છે.

જુઓ વીડિયો

જુગાડે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

આ જુગાડ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.તમને જણાવી દઈએ કે, આ જુગાડ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી Jugaadu_life_hacks નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.સાથે તેણે કેપ્શનમાં લખ્યુ કે, ‘છાણ ઉપાડવા માટેનુ દેશી જુગાડ મિશન.’વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, વાહ….દેશી જુગાડ ઝિંદાબાદ.જ્યારે અન્ય કેટલાક યુઝર્સ પણ આ ખેડુતની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles